Home Current અબડાસાના મુસ્લિમ આગેવાને કોની બાતમી માટે કરી પાંચ લાખના ઇનામની જાહેરાત

અબડાસાના મુસ્લિમ આગેવાને કોની બાતમી માટે કરી પાંચ લાખના ઇનામની જાહેરાત

418
SHARE

કચ્છના કોમી એખલાસને તોડનાર કેટલાક અસામાજીક તત્વોથી હાલ સમગ્ર કચ્છના મુસ્લિમો નારાજ છે કેમકે તેમના ધાર્મીક સ્થળોને નિશાન બનાવી કેટલાક અસામાજિક તત્વો મોથાળા. ભવાનીપર અને સુથરીની દરગાહને નિશાન બનાવી તોડફોડ કરી રહ્યા છે જો કે છેલ્લે ભવાનીપર નજીક દરગાહમા થયેલી તોડફોડ બાદ મુસ્લિમ સમાજનો રોષ રસ્તાઓ પર ઊતર્યો હતો અને હવે તેમા પોલિસ કાર્યવાહીની ખાતરી વચ્ચે મુસ્લિમ સમાજના બે આગેવાન ઇકબાલ મંધરા અને હનીફ પઢયારે દરગાહમા તોડફોડ મામલે બાતમી આપનારને પાંચ લાખના ઇનામની જાહેરાત કરી છે  સાથે નામ ગુપ્ત રાખવાની ખાતરી પણ આપી છે આમ પોલિસ તપાસ સાથે મુસ્લિમ સમાજે ઇનામની જાહેરાત સાથે અસામાજીક તત્વો સુધી પહોંચવા પ્રયત્નો શરુ કર્યા છે આ પહેલા ભવાનીપર નજીક દરગાહ પર થયેલી તોડફોડ બાદ લોકો રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ્ધ દર્શાવ્યો હતો

શું કરી છે જાહેરાત ?

અસ્સલામો અલયકુમ

સલામ બાદ જણાવવાનુ કે, કરછ જિલ્લાના અબડાસા તાલુકામા છેલ્લા થોડાક દિવસોમા સુથરી,મોથાળા,ભવાનીપર ગામની 3 દરગાહ શરીફમા અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામા આવેલ છે,

આ કૃત્ય કરનાર વિશે કોઈ પણ વ્યકિત માહિતી આપશે તો તે વ્યકિતને પાંચ લાખ રૂપિયા રોકડ રકમ ઈકબાલ હાજી અબ્દુલ્લા મંધરા (ઈકબાલ શેઠ) તથા હનીફ હાજી યાકુબ બાવા પઢિયાર તરફથી ઇનામ આપવામા આવશે અને માહિતી આપનાર વ્યકિતનુ નામ ગુપ્ત રાખવામા આવશે.

એક તરફ પોલિસની તપાસની ખાતરી છંતા મુસ્લિમ સમાજે નવી રીતે કોયડો ઉકેલવા પ્રયત્ન કર્યો

ત્રણ દરગાહમા તોડફોડ બાદ મુસ્લિમ સમાજે રોષ સાથે પોતાની લાગણી અને ક્યાક તંત્રને ઝડપી કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી જોકે પોલિસે કાર્યવાહીની ખાતરી આપતા મુસ્લિમ સમાજનો રોષ શાંત પડ્યો હતો પરંતુ હવે પોલિસ કાર્યવાહી સાથે મુસ્લિમ સમાજે ઈનામની જાહેરાત કરી પોલિસ સાથે પોતે પણ તપાસ શરુ કરી છે