(ભુજ)ગાંધીધામ પોલીસ માં હજી 9 મહિના પહેલા જ નોંધાયેલા દુષ્કર્મ ના કેસ માં ગાંધીધામ કોર્ટે આ માર્ચ મહિના ના પ્રારંભે ઈશા ઇશાક ફકીર નામના આરોપી ને ફટકારેલી જન્મટીપ ની સજા નો કિસ્સો કચ્છ ના અપરાધ જગત માં અત્યાર સુધી નો કલંકિત કિસ્સો છે. એડી.સેસન્સ જજ ડી.આર.ભટ્ટે 10 સાહેદો અને 25 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. તો સરકારી વકીલ હિતેશી ગઢવી એ આ કેસ માં રજૂ કરેલ DNA રિપોર્ટ સમાજ ની આંખો ખોલી મૂકે તેવો છે. કીડાણા ગામ ની આ ચકચારી દુષ્કર્મ ની વાત લખતા કલમ કાંપે છે. તો એ માસુમ દીકરી ઉપર શું વીતી હશે કે જેણે 13 વર્ષ ની માસુમ વયે માતા નું છત્ર ગુમાવ્યું.તેના ઉપર ઘર ની સાથે બે નાના ભાંડુંઓ ને વેંઢારવાની જવાબદારી આવી.પણ દુઃખ ના તેના આ દહાડા ત્યારે વધુ દર્દનાક બન્યા કે જ્યારે સગો બાપ હવસખોર બન્યો અને 13 વર્ષ ની પોતાની દીકરી ને તેણે પીંખી નાખી.આ સિલસિલો સતત ચાલતો રહ્યો.હદ તો ત્યારે થઈ જ્યારે એક દીકરી પોતાના જ સગા બાપ ના સંતાન ની મા બને તેવી પરિસ્થિતિ થઈ.નફ્ફટ પિતા ઈશા આ પોતાનું પાપ છુપાવવા દીકરી ના લગ્ન કરાવી દીધા.જોકે દીકરી એ પિતા ના જ સંતાન ને જન્મ આપ્યો.આ વાત DNA ટેસ્ટ માં ખુલ્લી.પણ પિતા ની દર્દનાક સજા નો અંત આ દીકરી ના નસીબ માં નહોતો હવસખોર બાપે દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા તેને નાની બેન ને ભોગ બનાવવા ની ધમકી આપી. પોતાની નાની બેન ને હવસખોર પિતા થી બચાવવા તે દુષ્કર્મ નો ભોગ બનતી રહી.તો નરાધમ બાપે દીકરી ના ત્રણ ત્રણ લગ્ન તોડાવી છૂટાછેડા લેવડાવ્યા. 13 વર્ષ થી પિતા ના અત્યાચાર નો ભોગ બનેલી દીકરી ની સહનશક્તિ નો બંધ 23 મૅ વર્ષે તૂટ્યો. સતત દસ દસ વર્ષ પિતા ના હાથે પિંખાઈ પિંખાઈ ને તૂટી ચુકેલી આ દિકરી એ અંતે પોલીસ નું શરણું લીધું. કાયદા એ તેને ન્યાય આપ્યો. પણ એ કલંકિત ઘાવ નું શું જે તેણે સતત દસ વર્ષ સુધી સહ્યા.તેના દીકરા નો પિતા તેનો સગો બાપ જ છે.આ દીકરો આજે 8 વર્ષ નો છે.તો ખુદ આ યુવતી ની ઉમર માત્ર 23 વર્ષ ની જ છે.કોઈ પણ વાંક ગુના વગર પિતા ની દર્દનાક સજા નો ભોગ બનેલી આ દીકરી ની વાત આપણું કાળજું કંપાવી મૂકે તેવી છે. સમાજ માં આવા કિસ્સાઓ બન્યા પછી તેનો ભોગ બનનારા ઓ ને સહાનુભૂતિપૂર્વક ટેકો આપી ને સમાજ ના પ્રવાહ માં પૂર્વવત ભેળવવા ની આપણાં સૌની ફરજ છે.