રખડતા પશુઓની સમસ્યા આમતો સમગ્ર કચ્છ નહી પરંતુ ગુજરાતમા છે પરંતુ મુન્દ્રામા બે આંખલાની લડાઇમાં ગઠીયો ફાવી ગયો વાત કઇક એમ બની કે શહેરની મુખ્ય બઝાર જ્યા આવેલી છે ત્યા એક સોની વેપારી સવારે તેના પુત્ર સાથે દુકાન પર આવ્યા દિપાલી જ્વેલર્સ નામની આ દુકાનમાં સાફસફાઇ શરૂ થઈ ત્યા બે આંખલા વચ્ચે યુધ્ધ થયુ લોકો માટે જોણુ થયુ અને એક બાઇક પડી જતા દિપાલી જ્વેલર્સના સોની વેપારી તે ઉભી કરવા માટે ગયા બસ પછી શુ બે આંખલાની લડાઇમાં ગઠીયો કળા કરી ગયો અને દુકાનમાં ધંધા માટે ઉપોયગી એવી ચાંદી અને રોકડ ભરેલી બેગ દુકાન અંદરથી ગઠીયો સેરવી ફરાર થઇ ગયો થોડી મીનીટોમાંજ વેપારીને લાખોનુ નુકશાન થઇ ગયુ મુન્દ્રાના માંડવી ચોક વિસ્તારમાં શિણાય કોમ્પ્લેક્ષમા દિપાલી જ્વેલર્સ નામની દુકાનમાં આ ઘટના બની બે પ્રવેશદ્વાર ધરાવતી આ દુકાનમાં વેપારી અને તેનો પુત્ર નિત્યક્રમ મુજબ કામ કરી રહ્યા હતા.
સોની વેપારીઓ પણ વેપાર બંધ કરી પોલિસ મથકે પહોચ્યા
મુન્દ્રાના ભરચક કહી શકાય તેવા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી વેપારીઓ પણ અંચબીત થઇ ગયા હતા ભોગ બનનાર વેપારી નિરજ કૃષ્ણકાંત સોનીએ આપેલી માહિતી મુજબ બેગની અંદર 2 કિ.લો ચાંદીનો જથ્થો હતો જ્યારે એક લાખની રોકડ હતી આ મામલે વેપારી પિતા-પુત્ર પોલિસ મથકે ફરીયાદ કરવા માટે પહોચ્યા હતા જેમાં અન્ય વેપારીઓ પણ દુકાન બંધ રાખી પોલિસ મથકે પહોચ્યા હતા. પોલિસે આ મામલે ફરીયાદ નોંધી સાથે સી.સી.ટી.વીની મદદથી ઘટનાની તપાસ શરૂ કરી છે જો કે પ્રાથમીક તપાસમા આસપાસના સી.સી.ટી.વી કેમેરા પર મધપૂડો હોઈ ઘટના કેદ થઇ શકી નથી તેથી પોલિસ માટે પણ કોણ ગઠીયો વેપારીની નજર ચુકવી બેગ ઉઠાવી ગયો તે શોધવો એક પડકાર રહેશે જો કે સોની વેપારી સાથે બનેલી આ ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી.