Home Current ભચાઉનુ શિકારપુર ચોર-ખનીજમાફીયાનો શિકાર: કલેકટર આઇ.જીને આક્રોષ પુર્વક રજુઆત

ભચાઉનુ શિકારપુર ચોર-ખનીજમાફીયાનો શિકાર: કલેકટર આઇ.જીને આક્રોષ પુર્વક રજુઆત

2277
SHARE
શિકારપુર,કટારીયા જેવા ભચાઉ નજીકના અનેક ગામો એવા છે જ્યાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે હાલમાંજ એક રાજકીય આગેવાનને સંડોવતા એક કિસ્સામાં રેતી ચોરી મામલે ફાયરીંગ સહિત હુમલાના આક્ષેપોએ વાગડના આ વિસ્તારને ચર્ચામા લાવ્યુ હતુ ત્યારે હવે શિકારપુરના લોકો આક્રોષ પુર્વક રજુઆત સાથે આજે ભુજ આવ્યા હતા ઘણા લાંબા સમયથી શિકારપુરમાં ચોરીની ઘટના વધી છે અને તેમાં ધાર્મીક સ્થાનો પણ સુરક્ષીત નથી ત્યારે 9 તારીખે પણ આવાજ ધાર્મીક સ્થળને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ તો ખનીજ માફીયા પણ હવે સરકારી જમીન સાથે ખાનગી ખેતરો પણ રેતી ચોરી માટે કબ્જે કરી રહ્યા છે ત્યારે આજે શિકારપુર ગામનુ એક પ્રતિનીધી મંડળ મોટી સંખ્યામાં ભુજ આવ્યુ હતુ અને કલેકટર તથા બોર્ડર રેન્જ આઇ.જીને ગામમાં કાયદો વ્યવસ્થાનુ સાશન સ્થાપવા માટે રજુઆત કરી હતી આ પહેલા સ્થાનીક પોલિસને અનેક રજુઆતો છંતા પરિણામ ન આવતા ગ્રામજનોએ આજે ઉચ્ચકક્ષાએ રજુઆત સાથે 2 દિવસમાં નક્કર કામગીરી માટે તંત્રને વિનંતી સાથે આક્રોષ પુર્વકની રજુઆત કરી હતી.

મુંબઇથી ખાસ આગેવાનો રજુઆત માટે જોડાયા

વાગડના અનેક ગામો એવા છે જ્યા ગામમાં જેટલા લોકો વસવાટ કરે છે તેટલાજ લોકો મુંબઇમાં સ્થાયી થયા છે જો કે તેમના માલ-મિલ્કત આજે પણ માદરે વતનમા છે ત્યારે સ્વાભાવીક છે ગામમાં થતી ઘટનાઓથી તેઓ પણ ચિંતીત હોય સ્થાનીક તંત્રને રજુઆત છંતા કોઇ પરિણામ ન આવતા આજે સ્થાનીક ગ્રામજનો સાથે મુંબઇ સ્થાયી થયેલા અનેક આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારો ખાસ મુંબઇથી ગ્રામજનોની લડતમાં જોડાયા હતા અને રજુઆત માટે પણ આગેવાની લીધી હતી. આઇ.જી કલેકટરને રજુઆત બાદ તેઓએ પુર્વ કચ્છ પોલિસવડા અને ભચાઉના સ્થાનીક વહીવટી તંત્રને પણ આવેદન સાથે નક્કર કામગીરી માટે રજુઆત કરી હોવાનુ વિરોધની આગેવાની લેનાર રામજીભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ.
ભચાઉનુ શિકારપુર ગામ આમતો હમેંશા કઇક નવા કાર્યો માટે ચર્ચામા હોય છે જો કે ગામમાં વધેલી ચોરી-ગૌ હત્યાના કિસ્સા અને રેતી માફીયાઓ દ્વારા પોલિસના ડર વગર થતી ચોરીથી હવે ગ્રામજનો ત્રસ્ત બન્યા છે અને તેના પડધા મુંબઇ સુધી પડ્યા છે જો સ્થાનીક તંત્ર ધ્યાન નહી આપે તો મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજુઆતની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.