કચ્છમાં સ્વાઈન ફલૂ ના વધતા જતા દર્દીઓ વચ્ચે જિલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂ ની ગોળીઓ નો સ્ટોક ખલાસ થઈ ગયો હોવાની ચર્ચાએ લોકો માં ચકચાર સર્જી છે. કચ્છ માં ચાલુ વર્ષે આ જાન્યુઆરી મહીના ના ૨૦ દિવસમાં જ ૨૦ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. જ્યારે ગત ૨૦૧૮ ના વર્ષમાં ૧૮૨ જેટલા દર્દીઓ નોંધાઇ ચુક્યા હતા અને દર્દીઓના મોત ની સંખ્યા પણ ઉંચી રહી હતી. આવા સંજોગો વચ્ચે જિલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જી.કે. મા સ્વાઈન ફ્લૂની ગોળીઓ ખૂટી હોવાની ચર્ચા ચોક્કસ પણ ચિંતાજનક છે.
આજે જ RDD ડો. રૂપાલી મહેતાએ તાકીદ કરી અને..
ભુજની અદાણી જી.કે. હોસ્પિટલ માં દાખલ દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓ તેમ જ ઓપીડી માં ચેક અપ માટે આવેલા દર્દીઓ ની વાત માનીએ તો ગઈકાલ થી આજ બપોર સુધી માં જી.કે. માં સ્વાઈન ફલૂ માટેની ગોળીઓ ટેમી ફલૂનો જથ્થો ખૂટી પડ્યો હતો. પરિણામે દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓ ને બહાર બજાર માં થી સ્વાઈન ફલૂ માટે ની ટેમી ફલૂ ગોળી મોંઘા ભાવે ખરીદવી પડી હતી. સરકારી હોસ્પિટલ માં સ્વાઈન ફ્લૂની ગોળીઓ ફ્રી આપવામાં આવે છે. દર્દી ઉપરાંત તેના સગા વ્હાલાઓ ને પણ સ્વાઈન ફલૂ નો ચેપ ન લાગે તે માટે ટેમી ફલૂ ગોળી લેવાની હોય છે. બજાર માં સ્વાઈન ફલૂ માટેની ટેમી ફલૂ ગોળી ની કિંમત ૩૫૦ ₹ જેટલી મોંઘી કિંમતે વેંચાય છે. દરમ્યાન અદાણી જી.કે. માં સ્વાઈન ફલૂ ની ગોળીઓ ખૂટી હોવાના દેકારા વિશે ન્યૂઝ4કચ્છ દ્વારા હોસ્પિટલ ના પ્રવક્તા ડો. ચિંતન આર્યનો સંપર્ક કરાયો હતો તેમણે ગોળ ગોળ ખુલાસો કરતા કહ્યું હતું કે, સ્વાઈન ફલૂ ની ગોળીઓ ખલાસ થાય તે પહેલાં જ ટેમ્પરરી જથ્થો ગઈકાલે શુક્રવારે જ આવી ગયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ, જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા પ્રમાણે આજે શનિવારે અદાણી જી.કે. મા ૫ હજાર ગોળીઓ નો જથ્થો આપવામાં આવ્યો છે. જોકે, અદાણી જી.કે. માં સ્વાઈન ફલૂ ની ગોળીઓ જથ્થો ખલાસ થયાની વાત વિશે જિલ્લા આરોગ્ય તંત્ર પાસે કોઈ માહિતી નથી. ભુજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી. કે. ગાલા એ ન્યૂઝ4કચ્છ સાથે આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, આજે શનિવારે રાજ્ય સરકારના રિજીઓનલ ડેપ્યુટી ડાયરેકટર ડો. રૂપાલી મહેતાએ ભુજ માં આરોગ્ય તંત્ર સાથે બેઠક યોજી હતી અને સ્વાઈન ફલૂ ને ડામવા માટે સજાગ રહેવા દર્દીઓ ને કે તેમના સગા વ્હાલાઓ ને પૂરતી માત્રા માં ટેમી ફલૂ ગોળી આપવા તાકીદ કરી હતી. કચ્છના તમામ CHC તેમ જ PHC માં ગોળીઓ નો પૂરતો જથ્થો છે એવું કહેતા THO ડો. ડી. કે. ગાલા એ ન્યૂઝ4કચ્છના માધ્યમ થી માહિતી આપતા કહ્યું હતું કે, સ્વાઈન ફલૂ ના શંકાસ્પદ દર્દીઓ તેમ જ પોઝીટીવ દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને ટેમી ફલૂ ની ગોળીઓ ફ્રી આપવા માં આવે છે.