ગઈ કાલે જ લખપતના દયાપર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 1 વ્યક્તિ મોતને ભેટી હતી અને 7 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આજે સમી સાંજે આવોજ વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પુરપાટ જઇ રહેલી ખાનગી મીની લકઝરી બસે બાઈકને ટકકર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે અકસ્માત બાદ બસ પલટી જતા 20 જેટલા મુસાફરો ઘવાયા હતા જેને 108 ની મદદથી દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સાંજે 5 વાગ્યા બાદ ઘડુલી-વિરાણી વચ્ચે આ એકસિડેન્ટ સર્જાયો હતો મૃતક લુહાર આમદ નાથા રહે.ફુલરા વાળો તેની પત્ની સાથે દવાખાને જઈ રહયો હતો ત્યારે જ ભુજ વર્માનગર રૂટ ની બસ સાથે ટક્કર થઈ હતી જેમાં યુવાનનું મોત થયું હતું જ્યારે તેની પત્ની સહિત 20 લોકો ઘવાયા હતા અકસ્માત બાદ બસ પલટી મારી ગઈ હતી ઘટનાની જાણ થતાં 108 પોલીસ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત બાદ બસ નો ચાલક ફરાર થઈ ગયો છે ગઈ કાલે પણ દયાપર-બીટયારી વચ્ચે કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક નું મોત નીપજ્યું હતું જયારે 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આજે બીજા દિવસે લખપત નો માર્ગ રકતરંજીત થયો હતોમ
અકસ્માત માં ઇજાગ્રસ્તો ની યાદી
(1) બેચુભા ટપુભા ચૌહાણ
(2) જીવુંબા બેચુભા ચૌહાણ
(3) જવાહર રામદયા મારાજ
(4) અમૃતબા વાઘજી જાડેજા
(5) મીનાબા હરિસંગજી પઢીયાર
(6) સુમરા રોમતબાઈ મીરમામદ
(7) સુમરા આદમ મીરમામદ
(8) ભીનાબેન કોલી
(૯) ઠાકોર મોતીભાઈ હરદાસ
(10) ઠાકોર હંસાબેન મોતીભાઈ
(11) ઠાકોર ધર્મેન્દ્ર મોતીભાઇ
(12) રાજેશ લાલજી ડામોર
(13) હેમરાજ અણદાજી સોઢા
(14) કુસુમબેન રાજેશ સાહ
(15) ભદ્નું નાનજી જુમાં
(16) મેણુબા દાદુજી સોઢા
(17) જાડેજા મંનછા બા બળવંતસિંહ
(18) ગોવિંદ જીવાભાઈ
(19) હનિફાબાઈ લુહાર
(20) મોહન મેઘજી