Home Social ‘મેળાવો’ના 11: સૂર્યનું પહેલું કિરણ એટલે ‘આયાન’. સંસ્કૃતિ અને સંશોધનનો સેતુ એટલે...

‘મેળાવો’ના 11: સૂર્યનું પહેલું કિરણ એટલે ‘આયાન’. સંસ્કૃતિ અને સંશોધનનો સેતુ એટલે ‘આયાન’ ફેસ્ટિવલ. મળીએ શિક્ષણ સંસ્થાના યુવા નિયામક ચિંતન મોરબીઆને

611
SHARE
ધૈર્ય છાયા દ્વારા : ફેસબુક અને www.news4kutch.in ના માધ્યમથી દર રવિવારે પ્રકાશિત થતી ઈ કૉલમ ‘મેળાવો’ના 11માં એપિસોડમાં સ્વાગત.
સૂર્યનું પહેલું કિરણ એટલે ‘આયાન’. સંસ્કૃતિ અને સંશોધનનો સેતુ એટલે ‘આયાન’ ફેસ્ટિવલ. મળીએ શિક્ષણ સંસ્થાના યુવા નિયામક ચિંતન મોરબીઆને
‘આયાન’ ફેસ્ટિવલ એટલે એક એવું ફેસ્ટિવલ કે જેણે અમદાવાદ, વડોદરાની કોલેજોને કચ્છમાં ભાગ લેવા આકર્ષણ ઉભું કર્યું..
કચ્છ જિલ્લો ભારત દેશનો સૌથી મોટો કહી શકાય એવો જિલ્લો છે.. આરોગ્ય ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર,, જિલ્લો દિન પ્રતિદિન વિકાસ પામી રહ્યો છે.. એક સમયે ઉચ્ચ અભ્યાસ માટે જિલ્લા બહાર જવું પડતું જયારે હવે મોટા ભાગના કોર્ષ કચ્છમાં ઉપલબ્ધ છે.. આજના ‘મેળાવો’માં મળીએ એક એવા યુવા શિક્ષણ સંસ્થાના નિયામકને કે જેમણે યુવાન વયે શિક્ષણ ક્ષેત્રે એક નવી કિરણ ફેલાવી છે. હા.. ‘આયાન’નો નવતર વિચાર લઈને ૧૦ વર્ષથી ઇન્ટરકોલેજ ફેસ્ટીવલ યોજી શૈક્ષણિક ક્ષેત્રે એક નવતર અને સફળ પ્રયોગ કરાઈ રહ્યો છે..
ભુજની સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોરમેશન ટેક્નોલોજી દ્વારા પ્રતિ વર્ષ ‘આયાન’ -‘ફેસ્ટ’નું આયોજન કરાય છે.. જેમાં આ વર્ષે કચ્છ બહારની અને એમાંય અમદાવાદ શહેરની કોલેજોએ ભાગ લઇ આ મહોત્સવે કચ્છનું ગૌરવ વધાર્યું છે. સામાન્ય રીતે ઇવેન્ટમાં ભાગ લેવા કચ્છની કોલેજો બહાર જતી પરંતુ ‘આયાન’ ફેસ્ટિવલના સફળ આયોજનો જોઈ કચ્છ બહારની કૉલેજો પણ આ ફેસ્ટિવલમાં સામેલ થઇ રહી છે..
ચિંતન સરનો જન્મ ૨૬મી જાન્યુઆરીના ભુજમાં થયો.. ૨૦૦૬માં ગ્રેજયુએશન પૂરું કર્યું.. તેઓ કોમ્પ્યુટર ઈન્જીનીયર છે. એમના શૈક્ષણિક કાળ દરમ્યાન એમણે વિચાર્યું પણ ના હતું કે.. ૨૨ વર્ષની ઉંમરે જ કૉલેજના વિદ્યાર્થીઓને ટીચિંગ આપતા હશે.. એક તબક્કે અમેરિકાના પણ વિઝા આવી ગયા હતા. પણ સફળતા અહીં જ હતી..
૨૦૦૯ના ‘અયાન’ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી.. શરૂઆત ચાર ઇવેન્ટ થી થઇ હતી.. જયારે આ વર્ષે ઇવેન્ટ વધીને ૧૬ જેટલી થઇ છે.. આ ઇવેન્ટની પોપ્યુલારિટી જોતાં ગુજરાતી મુવીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પણ પોતાની આગામી ફિલ્મ ‘સાહેબ’ના પ્રમોશન માટે ‘આયાન’ની પસંદગી ઉતારી છે અને આવતીકાલે સાંજે ૪ વાગ્યે એ આ કૉલેજના પ્રાંગણમાં આવશે..
કચ્છ તથા કચ્છ બહારની ૩૦થી વધુ કૉલેજોની ૩૦૦ થી વધુ એન્ટ્રીસ ઑલરેડી રજીસ્ટર થઇ ચુકી છે.. જેમાં સિંગલ અને ગ્રુપ ઈવેન્ટ્સમાં ૬૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે.. આ ઇન્ટરકોલેજ ફેસ્ટિવલની સાથે ટ્રેડફેરનું પણ આયોજન કરાયું છે.. જેનું તમામ પ્રકારનું સંચાલન સંસ્કાર કૉલેજના વિધાર્થીઓ કરે છે.,, જેમાં અલગ અલગ ફૂડ્સના ૪૫થી વધારે સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.. વડોદરાની ખ્યાતનામ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી આ ઇવેન્ટના કો સ્પોન્સર છે. આ અવસરે સંસ્કારમાં અભ્યાસ કરી ચૂકેલા વિધાર્થીઓએ પણ સાથે મળી ‘ઈલ્યુમિની મીટ’નું આયોજન કરી પોતાના પર્ફોમન્સ બતાવ્યા હતા.
‘આયાન’ ઇવેન્ટ દ્વારા મેનેજમેન્ટ ગેમ,, ‘એડ મેડ શો’, ડબ્બલ કોમ્પિટિશન, વેબ ડિઝાઇનિંગ કોમ્પિટિશન, ટાસ્ક બેસ કોમ્પિટિશન, મોબાઈલ ગેમિંગ કોમ્પિટિશન, સ્લો સાઈકલિંગ, પેઇન્ટિંગ, કુકીંગ, કવીઝ, ફેશન શો, ટિક્-ટોક જેવા નવતર આયોજન અહીં કરવામાં આવે છે.
સંસ્થા સર્જનાત્મક શિક્ષણના અગ્રણી કેન્દ્રોની સાંકળમાં એક મહત્વપૂર્ણ લિંક બનવાની ઇચ્છા રાખે છે. સમાજના ફાયદા માટે જ્ઞાનની રચના, એપ્લિકેશન અને વિસ્તરણને ફાળો આપવા માટે ઉન્નત સર્જનાત્મક કુશળતા અને અદ્યતન તકનીકો સાથે સહયોગીઓનું પાલન કરવું એ અહીંની મુખ્ય ચિંતા છે. સંસ્કારનું એક સૂત્ર છે.. તમારા વિચારો જુઓ, તેઓ શબ્દો બની જાય છે. તમારા શબ્દો જુઓ, તેઓ ક્રિયાઓ બની જાય છે. તમારી ક્રિયાઓ જુઓ, તે ટેવો બની જાય છે. તમારી ટેવો જુઓ, તેઓ પાત્ર બની જાય છે. તમારું પાત્ર જુઓ, તે તમારું નસીબ બને છે. “તેથી, તમારા નસીબને વિચાર કરો !!
ચિંતન સરનું કહેવું છે.. કે. સંસ્કૃતિ અને સંશોધનનો સેતુ એટલે સંસ્કાર કૉલેજ. ખરા અર્થમાં ‘આયાન’ શિક્ષણ જગતના નવતર આયામ સિદ્ધ કરશે.