મુળ કચ્છ દેશલપર વાંઢાયના પણ વ્યવસાય અર્થે સાબરકાંઠામાં સ્થાયી થયેલા અને એક સમયે શંકરસિંહ વાઘેલાના ખાસ ટેકેદાર ગણાતા છબીલભાઇ પટેલ પહેલાથીજ એક અલગ પ્રકારના ઝનૂની રહ્યા છે. પછી તે ક્ષેત્ર રાજકીય હોય તેમના મુળ વ્યવસાય ખેતીનો હોય કે પછી રાજકીય દુશ્મનાવટ હોય. તેઓ તુરંત જવાબી પ્રતિક્રીયા પરિણામોની ચિંતા વગર આપતા અને તેથીજ તેને રાજકીય ક્ષેત્રે જાયન્ટકીલર તરીકે તેમની એક અલગ ઇમેજ હતી. વ્યવસાયે મુળ ખેડુત એવા છબીલભાઇ મંઉ ખાતે વિશાળ જમીન સાથેની ખેતી ધરાવે છે. અને તેમણે ખારેક ક્ષેત્રે અનેક ક્રાંતિકારી સંશોધનો અને પ્રયોગમા રસ લઇ કઇક નવુ કર્યુ છે. જો કે રાજકીય રીતે તેમણે પ્રવેશ સાથે એક સમયના મુખ્યમંત્રી એવા સુરેશભાઇ મહેતાને માંડવી વિધાનસભામાં હરાવી ગુજરાતના રાજકારણમા પોતાની એક અલગજ ઓળખ ઉભી કરી. ત્યાર બાદ તેમની રાજકીય કારકીર્દીમા અનેક ચડાવ ઉતાર આવ્યા અને શંકરસિંહની રાજકીય પડતી સમયે તેમનીજ સુચના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની થયેલી ચર્ચા બાદ તેઓએ ભાજપમાં પ્રવેશ કર્યો અને કદાચ એ તેમની લાઇફનો ટર્નીગ પોઇન્ટ હતો.
છબીલભાઇએ તેમના સમયકાળ દરમ્યાન સર્જેલા અપસેટ અને વિવાદો
-2002માં પુર્વ મુખ્યમંત્રીનો સુરેશ મહેતાનો સુર્ય આસમાને હતો. અને તેવામા માંડવી વિધાનસભા બેઠક પર કોગ્રેસે છબીલ નારાણદાસ પટેલને ટીકીટ આપવાનો જુગાર રમ્યો સૌ કોઇને ખબર હતી સુરેશ મહેતા બાજી મારી જશે પરંતુ છબીલભાઇએ અપસેટ સર્જયો અને સુરેશ મહેતાને હરાવી તેઓ જાઇન્ટ કીલર સાબિત થયા
-દારૂબંધીના કડક અમલની જ્યા વાત થાય છે. તેવા ગાંધીના ગુજરાતમા આમતો અનેક પ્યાસીઓ ગુજરાતમાંથી દારૂબંધી હટ્ટી જવાના સપના જોતા કે ચર્ચા કરતા હશે પરંતુ ગુજરાતમા જ દારૂ બનાવવાની સૌ પ્રથમવાર જાહેરમા વાત કરનાર પણ છબીલ પટેલ હતા પોતાની ખારેકની ખેતીમાંથી વાઇન બનાવમાં આવે તેવી વાત પત્ર રૂપે તેમણે પ્રથમવાર કરી હતી. જેને લઇને પણ તે ગુજરાતભરમાં ચર્ચામા આવ્યા હતા.
-વિધાનસભા ક્ષેત્ર બદલ્યુ આમતો કચ્છમાં ઘણા એવા નેતા છે. જેઓને પોતાના મત વિસ્તાર સાથે કાઇ લેવા દેવા નથી તેવુજ કઇક છબીલભાઇએ કર્યુ માંડવી બાદ તેઓએ અબડાસા વિધાનસભા પર પોતાની નઝર દોડાવી અને કોગ્રેસમાંથી જેન્તી ભાનુશાલી સામે વિજય મેળવ્યો બસ ત્યારથીજ જેન્તીભાઇ અને છબીલભાઇની રાજકીય દુશ્મની શરૂ થઇ
-કોગ્રેસમાંથી ભાજપમા આવી ફરી છબીલભાઇએ સૌને આંચકો આપ્યો અનેક લોકોની સલાહ અને જ્ઞાનીઓ પાસેથી માર્ગદર્શન બાદ છબીલભાઇએ ભાજપમા પ્રવેશ કર્યો કહેવાય છે. કે તત્કાલીન વડાપ્રધાન સાથે બેઠક બાદ તેમણે આ નિર્ણય જાહેર કર્યો અને તેથીજ જેન્તીભાઇના વિરોધ છંતા છબીલભાઇને શક્તિસિંહ ગોહીલની સામે વિધાનસભા ચુંટણી જંગમા ઉતારાયા જેમા છબીલભાઇનો પરાજય થયો.
-શક્તિસિંહ સામે મળેલી હારમા કોગ્રેસની અબડાસામાં પકડની સાથે જેન્તીભાઇ અને છબીલભાઇ વચ્ચેની લડાઇ હારનુ મુખ્ય કારણ બની અને ત્યાર બાદના બે વિધાનસભા ઇલેકશને જેન્તીભાઇ અને છબીલભાઇને એકબીજાના કટ્ટર દુશ્મન બનાવી નાંખ્યા
-છબીલભાઇ મસ્કતમાં કે અમેરીકામા તે પણ તપાસ એજન્સી માટે દ્વિધા છે. કેમકે પોલિસ તપાસ એજન્સીએ તે મસ્કત હોવાનુ જણાવ્યુ છે. જ્યારે તેમના પુત્રએ છબીલભાઇ પર ફરીયાદ બાદ છબીલભાઇ અમેરીકા હોવાનુ કહ્યુ હતુ. આમ પરિવારને પણ અંધારામા રાખી છબીલભાઇએ અપસેટ સર્જયો.
જેન્તીભાઇની હત્યામાં સંડોવણી ખુલી અને ફરી છબીલભાઇએ મોટો અપસેટ સર્જયો
હમેંશા કઇક નવુ કરી અપસેટ સર્જતા છબીલભાઇનુ હત્યામા નામ ઉછળ્યું ત્યારે સૌ કોઇ એવુ માનતુ હતુ કે છબીલભાઇ આવુ ન કરી શકે પરંતુ હત્યાના 17 દિવસ બાદ જ્યારે પોલિસે પુરાવા સાથે સત્તાવાર રીતે કેસની જાણકારી આપી ત્યારે છબીલભાઇની હત્યામા ભુમીકા સ્પષ્ટ થઇ હતી. છબીલભાઇએ અમદાવાદથી સુરજીત ભાઉ અને તેના અન્ય સાગરીતોને વાડીમા લાવી હત્યાનુ પ્લાનીંગ નારાયણ ફાર્મમા કર્યું . હત્યા પહેલા અને હત્યા પછી પણ ફોન પર સંબધીત લોકોને માર્ગદર્શન અને માહિતી આપી હોવાનુ સીટની તપાસમા ખુલ્યુ છે. તો શાર્પશુટરો માટે 12 દિવસ સુધી ફાર્મમા તમામ વ્યવસ્થા પણ છબીલભાઇના કહેવાથી રાહુલ અને નિતીને કરી હોવાનુ સાંયોગીક એકત્ર થયેલા પુરાવામા સામે આવ્યુ છે. તો ફાર્મહાઉસમા હત્યા માટેના પ્લાનીંગ સમયે પણ છબીલભાઇની હાજરી હતી. આમ રાજકીય દુશ્મનાવટમાં જેન્તીભાઇના અન્ય દુશ્મન સાથે મીલીભગત કરી જેન્તીભાઇની હત્યા સાથે છબીલ પટેલે સૌથી મોટો અપસેટ સર્જયો.
છેલ્લી વિધાનસભા ચુંટણી હાર્યા બાદ છબીલભાઇએ તેમના શુભચિંતકોને સંદેશા સાથે દુશ્મનોને ‘ઢીંચકયાઉ’ ‘ઢીંચક્યાઉ’ કરી જેન્તીભાઇની હત્યાનો અણસાર આપી દીધો પરંતુ ત્યારે કોઇને કલ્પના પણ ન હતી કે છબીલભાઇ ખરેખર આવો કોઇ અપસેટ સર્જશે જો કે અપસેટ સર્જી ચતુર છબીલભાઇ હાલ વિદેશમાં છે. પોલિસ પકડથી દુર ત્યારે જોવુ એ રહ્યુ રાજકીય કારકીર્દી પુરી થયા બાદ છબીલભાઇ હવે કાયદાના સંકજામા ક્યારે આવે છે? કેમકે તેમના આવ્યા બાદ જ હત્યાનુ ચોક્કસ કારણ સામે આવશે.