Home Social ‘મેળાવો’ : ૧૨ માં મળીએ યુવા દિલોની ધડકન ‘બાલમ આવો રે..’ ફેમ...

‘મેળાવો’ : ૧૨ માં મળીએ યુવા દિલોની ધડકન ‘બાલમ આવો રે..’ ફેમ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરને

1419
SHARE
ધૈર્ય છાયા દ્વારા : ‘મેળાવો:12 દર રવિવારે ફેસબુક અને ન્યૂઝ ફોર કચ્છના માધ્યમથી પ્રકાશિત થતી ઈ કૉલમ ‘મેળાવો’માં સ્વાગત. મળીએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના એક એવા સિતારા સાથે કે.. જેમણે ગુજરાતી અર્બન ફિલ્મોના નવા ટ્રેંડમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોને ગુજરાતી ફિલ્મો જોવા સિનેમાંઘરોમાં જતા કર્યા. મળીએ યુવા દિલોની ધડકન એવા મલ્હાર ઠાકર ને આમતો અમદાવાદમાં મળેલા છીએ.. પણ ‘મેળાવો’ના માધ્યમથી પણ ખાસ મુલાકાત સાંપડી. ૦૮મી ફેબ્રુઆરીના રિલીઝ થઇ રહેલી ગુજરાતી મુવી ‘સાહેબ’ના પ્રમોશન માટે કચ્છ આવેલા મલ્હાર સાથે આખો દિવસ માણ્યો. એક યાદગાર દિવસ મારા જીવનના ફાળે રહ્યો.. આમતો કચ્છ મુલાકાત અગાઉ થી જ મલ્હાર સાથે સંપર્ક રહ્યો છે.. પણ કચ્છના આંગણે આવે એ અવસર અનેરો રહ્યો. મારી સાથે આર.જી. મનોરંજન ટી.વી.ના એડિટર પ્રસિદ્ધ ગોર અને એન્કર પંક્તિ ગોર સાથે રહ્યા. કચ્છમાં આગમનથી જ મલ્હાર સાથે રહ્યા. મલ્હાર કેરાની એચ.જે.ડી. કોલેજ અને ભુજની સંસ્કાર કોલેજમાં આવી રહ્યા હતા… કેરા મારા પપ્પા શ્રી જગદીશચંદ્ર છાયાની કર્મભૂમિ રહી છે.. અને એચ.જે.ડી. કોલેજના કાર્યવાહક શ્રી જગદીશભાઈ હાલાઇ મારા પિતાશ્રીના વિદ્યાર્થી છે. અને ‘સાહેબ’ જયારે એમના વિદ્યાર્થી ની કોલેજમાં આવતા હોય એ ગૌરવની વાત હોઈ પપ્પા પણ અમારી સાથે મલ્હારના એક દિવસીય પ્રવાસમાં જોડાયા. એચ.જે.ડી. કોલેજમાં જગદીશભાઈએ મારા પપ્પાનો પરિચય કરાવતા મલ્હારને જણાવ્યું કે.. તમે ‘સાહેબ’ના પ્રમોશન માટે આવ્યા છો પણ શ્રી જગદીશચંદ્ર છાયા મારા ખરા અર્થમાં ‘સાહેબ’ છે.. એચ.જે.ડી. કોલેજમાં મલ્હાર જેવી જમાવટ કરી ત્યાં તો રાગ ‘મલ્હાર’ છેડાયો હોય તેમ મુશળધાર વરસાદ વરસ્યો.. તરતજ ‘સાહેબ’ના પોસ્ટર સાથે શોભતી ઇનોવા કારમાં મલ્હાર ગોઠવાઈ ગયો..પહોંચ્યા ભુજના પ્રવેશદ્વાર માધાપર ગામની શરૂઆતમાં જ આવતી ધ્યાનાકર્ષક અને આધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ ‘ફન’માં લંચ લીધું. હોટલના સર્વેસર્વા શ્રી પ્રવિણભાઇ કરસનભાઈ વોરા, શ્રી રમેશભાઈ કરસનભાઈ વોરા,, શ્રી મહેશભાઈ મોહનલાલ પટેલ, શ્રી પ્રકાશભાઈ મોહનલાલ પટેલએ મલ્હારનું ઉમળકાભેર સ્વાગત કર્યું..લંચ દરમ્યાન સંસ્કાર કોલેજના નિયામક શ્રી ચિંતનભાઈ મોરબીઆ સાહેબ અને શ્રી કિરીટભાઈ કારિયા સાહેબ સાથે રહયા હતા. મલ્હારએ એમનો ‘સાહેબ’ કારનો ઘોડો સંસ્કાર કોલેજ તરફ હાંક્યો… ત્યાંના વિધાર્થીઓએ મલ્હારનું દિલથી સ્વાગત કર્યું… અને મલ્હારે કહ્યું કે આવનારી બધી જ ફિલ્મોના પ્રમોશન અહીંથી જ કરાય એવું મન થઇ ગયું..
‘મેળાવો’ દરમ્યાન મલ્હારે કચ્છના લોકોને મીઠડાં માડુઓ કહીને સંબોધ્યા.. બૉલીવુડ અને ઢોલીવુડની અનેક ફિલ્મો કચ્છમાં બની છે… જે કચ્છની વિશેષતા જણાવે છે.. એવું મલ્હારે ઉમેર્યું .. આ અગાઉ પણ પણ ફિલ્મના શૃટિંગ માટે કે ફરવા કચ્છ આવી ગયા છે..
મલ્હારનો જન્મ સિદ્ધપુરમાં થયો.. ૨૮મી જૂન. પ્રાથમિક શિક્ષણ નવરંગ હાઈસ્કૂલમાં અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શેઠ સી. એન, વિદ્યાલય, આંબાવાડી અમદાવાદમાં લીધું. અમદાવાદના અભ્યાસકાળ દરમ્યાન બાળ નાટકોમાં ભાગ લેતા,, બેચરલ ઈન માસ મીડિયાના ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની વાટ પકડી.. ત્યાંથી તેઓ બેચરલ થયા. ‘અન્ડરસ્ટેન્ડિંગ સિનેમા’ એમનો ફેવરેટ સબજેક્ટ હતો.. કોલેજના બીજા વર્ષમાં હતા ત્યારથી લઈને લગભગ નવ વર્ષ સુધી મુંબઈના થિયેટરોમાં કામ કર્યું.. આ દરમ્યાન જે,ડી. મજેઠીયાની સિરિયલોમાં કામ મળ્યું… ‘સુખ બાય ચાન્સ’માં પીઝા ડિલિવરી બોયનો પણ રોલ કરેલો છે.. એમણે ખુબ સ્ટૂગલ કરી.. અભિષેક શાહ સાથે મલ્હારે ‘મારો પ્રિય મિત્ર’ નાટક કર્યું હતું.. આ પરિચયના લીધે એમણે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં કામ કરવાની ઓફર આવે છે.. ઓડીશન લેવાય છે અને પાસ થાય છે.. ૨૦મી નવેમ્બર ૨૦૧૫માં રિલીઝ થયેલી ‘છેલ્લો દિવસ’ મલ્હાર ઠાકર માટે સફળતાનો પહેલો દિવસ બની જાય છે..
Eight friends grow up facing the highs and lows of their relationships, love, and the beginning of a new life together
આ ફિલ્મ એમની એક્ટિંગ કેરીઅરનો ટુર્નિન્ગ પોઇન્ટ હતો અને આ ફિલ્મ કમર્શિયલી પણ સુપર હિટ રહી.. એ પછી એમણે ૪૦થી વધુ ફિલ્મોની ઓફર આવી પણ છેલ્લે ‘લવ ની ભવાઈ’ પર પસંદગી ઉતારી. ૧૭મી નવેમ્બર ૨૦૧૭ના રિલીઝ થયેલી ‘લવ ની ભવાઈ’ પણ દિલોમાં વસી ગઈ.
‘છેલ્લો દિવસ’, ‘થઇ જશે’, ‘પાસપોર્ટ’, ‘લવની ભવાઈ’, ‘કેશ ઓન ડિલિવરી’, ‘શું થયું?’, ‘વાંઢા વિલાસ’, ‘શરતો લાગુ’, ‘કેવી રીતે જઈશ?’ એ મલ્હારની સફળ ફિલ્મો. ‘તારક મેહતા કા ઉલટાહ ચશ્માં’ સિરિયલમાં પણ ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે જેઠાલાલના ફ્રેન્ડનો રોલ પણ એમણે મળેલો.
મલ્હારને મળેલી લોકપ્રિયતાને લીધે એમણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરુ કર્યું છે.. ‘ટિકિટ વિન્ડો એન્ટરટેઇન્મેન્ટ’નામનું એમનું પુતીકુ પ્રોડક્શન હાઉસ છે..દરેક ગુજરાતીને ગર્વ છે.. એવા મલ્હાર ઠાકર ખુબ જ પ્રેમાળ અને મળતાવડા સ્વભાવના છે.!!,, ‘છેલ્લો દિવસ’ ફિલ્મના સુપરસ્ટાર સાથે ગાળ્યો ‘આખો દિવસ’. ‘સાહેબ’ ફિલ્મ માટે મલ્હારને મબલખ શુભેચ્છાઓ. !! નિર્વ્યસની એવા મલ્હાર કોફી પીવાના શીખીન છે.. અને એમની સાથે કોફી પીવાનો પણ લાભ લીધો.
‘તું જાણે પતંગ છે ને.. હું છું તારી દોર’, ‘તું લઈને આવે લાગણીનો મેળો રે.., મારી ગઝલની તું અધૂરી વાર્તાનો છેડો રે..’ વાલમ આવો રે.. આવો રે ‘ એમના સોન્ગ્સ દરેક યુવાનોના હોઠો પર રોજ ગવાય છે.. !!