રાજ્યમા બહુચર્ચીત મગફળી ગોડાઉનમા આગ લાગવાના કિસ્સામાં આગ લાગવાની જ્યાથી શરૂઆત થઇ હતી. તેવા કચ્છમાં પણ નાફેડના ગોડાઉમાંથી મગફળી ચોરીનુ કૌભાડ સામે આવતા ફરી મગફળીનો મુદ્દો ચર્ચામા આવ્યો છે જો કે પોલિસે ગણતરીના દિવસોમા તેમા સામેલ રાજકીય હોદ્દેદારોના નામ ખોલવા સાથે 9 હિસ્ટ્રીચીટર શખ્સોની ધરપકડ કરી છે જો કે સવાલ એ છ કે રાજકીય વ્યક્તિઓની સંડોવણી ધરાવતા આ કિસ્સામાં શુ પોલિસ ઉંડાણ પુર્વકની તપાસ સાથે રાજકીય માથાઓ અને તેને પ્રોત્સાહન આપનાર સુધી પહોચશે? શુ ભાજપ આવા કાર્યક્રરો સામે પગલા ભરશે? શુ સરકારી અધિકારીઓની મીલીભગતથી આ કૌભાડ થતુ હતુ? આવા તમામ સવાલોના જવાબ મેળવવો તપાસ એજન્સી માટે એક પડકાર રહેશે જો કે ફરી સરકારી મગફળીમાં ગેરરીતી મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
શુ હતુ સમગ્ર કૌભાડ અને કોણ-કોણ ઝડપાયુ?
22 તારીખે ગાંધીધામ GIDC વિસ્તારમાંથી પુર્વ કચ્છ એલ.સી.બીએ એક ટ્રકમાંથી બાતમીના આધારે 200 બોરી ચોરાઉ મનાતો મગફળીનો જથ્થો ઝડપ્યો પ્રાથમીક તપાસમાંજ આ જથ્થો સરકારે નાફેડની મદદથી ટેકાના ભાવે ખરીદી સંગ્રહ કરેલો હોવાનુ બોરીઓ જોતા સામે આવી ગયુ હતુ. જેના બીજા દિવસે જાહેર થયુ કે આ મામલે નાફેડના અધિકારીએ આ મામલે બી-ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ કરી હતી. અને આજે ઘટનાના પાંચ દિવસ બાદ ગાંધીધામ બી-ડીવીઝન પોલિસે તપાસ કરી માલ ચોરી કરનાર 9 હિસ્ટ્રીચીટર શખ્સોની ધરપકડ કરી છેવજેમાં ગાંધીધામ પોલિસે ઝડપેલા આરોપીમાં (1) સમા ફારુક (2) સુલ્તાન ઇસાક ભટ્ટી (3) ઇલ્યાસ અયુબ છરેચા (4)હુસૈન ઉર્ફે ડગલો હારુન ટાંક(5) ગફુર બાવલા જુણેજા (6)મામદ અલ્લારખા પરીટ (7) જુસબ ઉર્ફે મામો હુસૈન (8) આમદ અલ્લારખા પરીખ (9) વસીમખાન ઝમીર ખાન શેખ ની વિધીવત ધરપકડ કરી છે. ઝડપાયેલા 9 આરોપીઓ વિરૂધ્ધ અગાઉ પણ મિલ્કત સબંધી ગુન્હાઓ નોંધાયેલા છે જે આધારે જ પોલિસે આ ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો છે.
અંજાર ભાજપના બે કાઉન્સીલરના પુત્ર-પતિની સંડોવણી ખુલ્લી
મગફળી ચોરીનુ કારસ્તાન જ્યારે સામે આવ્યુ ત્યારેજ રાજકીય મોટા માથાઓની સંડોવણી આ કિસ્સામાં હોવાનુ સામે આવ્યુ હતુ ત્યારે આજે પોલિસે આ અંગે ગાંધીધામ બી-ડીવીઝન પોલિસે બોલાવેલી સત્તાવાર પત્રકાર પરિષદમા જણાવ્યુ હતુ કે હિસ્ટ્રીશીટર મગફળી ચોરની તપાસમા અમિત ઠક્કરનુ નામ સામે આવ્યુ છે જે અંજાર વોર્ડ નંબર-07ના મહિલા કાઉન્સીલર હંસાબેન ઠક્કરનો પુત્ર છે અને અંજાર યુવા ભાજપનો વાઇસ પ્રેસીડન્ટ છે જ્યારે અન્ય એક શખ્સ હનિફકુંભાર પણ અંજારના મહિલા કાઉન્સીલર શકિનાબેનનો પતી છે જો કે પોલિસે તેમની ઓળખ અંગે કઇ જણાવવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ તમામ સામે કાર્યવાહીની વાત કરી હતી જો કે અમીત ઠક્કર અગાઉ પણ શંકાસ્પદ ચોરીના જથ્થા મામલે ચર્ચામાં આવ્યો છે પરંતુ રાજકીય વગ અને પૈસાના જોરે સત્તાવાર રીતે આવા મામલાઓ સામે આવ્યા નથી.
ચોક્કસ જવાબદાર અધિકારીઓએ આ મામલે ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા માર્યા છે પરંતુ સમગ્ર મામલો સચોટ તપાસ માંગી લે તેમ છે કેમકે સરકારી મિલીભગત વગર આટલો મોટો જથ્થો પગ કરી જાય તે શક્ય નથી. અને હવે જ્યારે તે ખુલ્યુ છે. ત્યારે સત્તાવાર રીતે ખુલ્લેલા રાજકીય નામો અને તેને પડદા પાછળ પીઠબળ પુરૂ પાડી મદદ કરતા લોકો સુધી આ તપાસ પહોચે છે કે નહી? તે જોવુ રહ્યુ જો કે રાજકીય વ્યક્તિઓની સંડોવણી ખુલતા મોટા માથાઓથી લઇ આમ નાગરીકો સૌ કોઇમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.