Home Crime વર્ષ 2005માં અપ્રમાણસર મિલ્કતના કેસમા તત્કાલીન ભુસ્તરશાસ્ત્રીને ભુજ સ્પેશીયલ કોર્ટે ફટકારી સજા 

વર્ષ 2005માં અપ્રમાણસર મિલ્કતના કેસમા તત્કાલીન ભુસ્તરશાસ્ત્રીને ભુજ સ્પેશીયલ કોર્ટે ફટકારી સજા 

1307
SHARE
ભષ્ટ્રાચારને લઇને હમંશા ચર્ચામા રહેતી કચ્છની ભુસ્તરશાસ્ત્રી કચેરીના તત્કાલીન ભુસ્તરશાસ્ત્રી સામે વર્ષ 2005માં થયેલા અપ્રમાણસર મિલ્કતના કેસમાં ભુજ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે અને વિવિધ કલમો અને ભષ્ટ્રાચાર કરી અપ્રમાણસર મિલ્કત એકઠી કરવાના કેસમાં ભુસ્તરશાસ્ત્રીને 2 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપીયાનો દંડ ફટકાર્યો છે તો સાથે તપાસ દરમ્યાન તેના ઘરેથી મળી આવેલી અપ્રમાણસર મિલ્કતને પણ ખાલસા કરી સરકારી તીજોરીમા જમા કરવાનો હુકમ કર્યો છે.

શુ હતો સમગ્ર મામલો?

સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે વર્ષ 2005મા રાજકોટના મદદનીશ નિયામક ACB એ ફરીયાદી બની એક ગુન્હો નોંધ્યો હતો જેમાં ભુજ ભુસ્તરશાસ્ત્રી કચેરીના ક્લાસવન અધિકારી મુકેશ હિરજી મેવાડા સામે આવક કરતા વધુ સંપતી અંગેનો એક કેસ રજીસ્ટર કરાયો હતો જેમાં તેમના વિરૂધ ફરીયાદી હતી કે વર્ષ 1997થી2005 દરમ્યાન તેઓએ વિવિધ રીતે ભષ્ટ્રાચાર કરી અપ્રમાણસર પૈસા એકઠા કર્યા છે જે બાબતે ગુન્હો નોંધાયા બાદ તેમની તપાસમાં 25,74.01 લાખની અપ્રમાણસર મિલ્કત તેમની તથા તેમના પત્નીના નામે મળી આવી હતી આજે ભુજની સ્પેશીયલ કોર્ટમા આ કેસ ચાલી જતા 10 સાક્ષી અને 88 દસ્તાવેજી પુરાવાની ચકાસણી બાદ સ્પેશીયલ કોર્ટે ભુસ્તરશાસ્ત્રીને 2 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપીયાનો દંડ ફટકાર્યો છે. સરકાર તરફે આ કેસમાં ધારાશાસ્ત્રી એચ.બી.જાડેજાએ સંલગ્ન પુરાવાઓ સાથે ધારદાર દલિલો કરી હતી.
કચ્છની ખાણખનીજ વિભાગ કચેરી છાસવારે ભષ્ટ્રાચાર સંદર્ભે ચર્ચામા હોય છે કચ્છમા કરોડોના ઉત્ખનન સામે કાગળ પર કાર્યવાહી સામે અનેક અધિકારીઓ સામે અનેક ફરીયાદો થઇ છે જો કે હવે ભષ્ટ્રાચારી અધિકારી માટે સબક સમાન કાર્યવાહી ભુજની સ્પેશીયલ કોર્ટે આપી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે અને સરકારી તિઝોરીમા જમા ન થયેલ અપ્રમાણસર રકમ સરકારી તીજોરમા જમા કરવાના હુકમ સામે ભષ્ટ્રાચારી અધિકારીને કાયદકીય સબકરૂપ સજા પણ ફટકારી છે.