Home Current શિક્ષણમંત્રીએ પુઠ ફેરવી તે સાથે જ વિજ્ઞાનમેળો વીંટાયો – ૨૫ લાખનો ખર્ચ...

શિક્ષણમંત્રીએ પુઠ ફેરવી તે સાથે જ વિજ્ઞાનમેળો વીંટાયો – ૨૫ લાખનો ખર્ચ એળે?

597
SHARE
રાજ્યકક્ષાનો વિજ્ઞાનમેળો રાજ્યના બબ્બે મંત્રીઓ ભુપેન્દ્રસિંહ અને વાસણભાઇના હસ્તે ૨૫/૧ ના ભુજ-ભારાપર રોડ પર સૂર્યા વરસાણી એકેડેમી મધ્યે ખુલ્લો મુકાયો હતો. ૨૫/૨૬/૨૭ એમ ત્રણ દિવસ ચાલનારા વિજ્ઞાનમેળામાં રાજ્યભર માંથી ૧૪૦૦ જેટલા શિક્ષકો, વિદ્યાર્થીઓ આગલે દિ’ ૨૪/૨ ના જ ભુજ આવી ગયા હતા. પણ, થયું એવું કે, ૨૫/૨૬/૨૭ એ ત્રણ દિવસ માટે તમામ શાળાઓ,વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા આ વિજ્ઞાનમેળા નો વાવટો બીજે જ દિ’ ૨૫/૧ ના સંકેલાઈ ગયો. કોઈ દર્શકો જ નહોતા. પછી કરવું શું? તેમાં’યે વળી ડાટ જમવામાં વળ્યો. એક કર્મચારી આગેવાનના ઉદ્ધત વર્તન થી શિક્ષકોનું ભોજન કડવું બન્યું, કચ્છનું આતિથ્ય લજવાયું. ઓફ ધ રેકર્ડ મળતી માહિતી પ્રમાણે સરકારે ફાળવેલા ૨૫ લાખમાં થી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા ૨૦ લાખ સૂર્યા વરસાણી એકેડેમીને આતિથ્ય માટે ચૂકવાયા હતા. સરકારનો હેતુ સારો હતો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ પણ ધ્યાન ખેંચનારી હતી. પણ, યોગ્ય પ્રચાર પ્રસાર કે દૂર અંતર ના કારણે ક્યાંક પ્રતિસાદ ઓછો મળ્યો બાકી હતું તે કર્મચારીના ઉદ્ધત વર્તને પૂરું કર્યું યજમાન બનેલા શિક્ષકોનો રસ ઉડી ગયો એકબાજુ વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપે છે, બીજી બાજુ આયોજનના અભાવે ખર્ચાયેલા લાખો રૂપિયા એળે જાય છે.