Home Current લુપ્ત થયેલી સરસ્વતી કે સિંધુ નદીના પાણી લખપતમાં મળ્યા ?

લુપ્ત થયેલી સરસ્વતી કે સિંધુ નદીના પાણી લખપતમાં મળ્યા ?

452
SHARE

પાણી પુરવઠાએ બોર્ડર પર બોરનું કામ પુર્ણ કર્યુ વિપુલ માત્રમાં પાણી મળ્યુપા

ણી તરસ્યા કચ્છમાં હંમેશા નર્મદાના પાણીની વાતો થતી હોય છે જો કે અનેક અભ્યાસ બાદ સિંધુ અને સરસ્વતી નદીના જુના સ્ત્રોત પણ જીવંત હોવાની ચર્ચા અને સંસોધન થતુ રહ્યુ છે પરંતુ તે વચ્ચ લાંબા અભ્યાસ પછી પાણી પુરવઠા વિભાગે લખપત બોર્ડર પર ફરજ બજાવતા જવાનો અને ત્યાના લોકોની જરૂરીયાતને ધ્યાને રાખી બોરનું ખોદકામ કર્યુ છે જે સફળ રહ્યુ હતુ ગઇકાલથી ત્યા પાણીનું પંપીગ પણ શરૂ કરાયુ છે આજથી 20 દિવસ પહેલા બોર્ડર પીલર નંબર 1079 પાસે શરૂ કરાયુ હતુ અને ખોદકામ બાદ 750 ફુટ ઉંડે પાણી મળ્યુ હતુ આ અંગે પાણી પુરવઠા અધિકારી એ.એસ.રાઠવા સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે પાણી મળતા મોટી આશા જાગી છે હાલ ટી.ડી.એસ 4000 જેટલુ છે પરંતુ આશા છે કે પાણી પંપીગ પછી તેમા સુધારો થાય જો કે હજુ સંશોધનને ધણો અવકાશ છે પરંતુ પીવા લાયક પાણીનો જથ્થો રૂપાંતરીત થશે તો લખપત અને સુરક્ષા જવાનો માટે મોટી સમસ્યા ઉકેલાશે જો કે પ્રાથમીક સંશોધનાત્મક કામગીરી બાદ જુના જળ સ્ત્રોતનુ પાણી હોવાના નક્કર પુરાવા મળ્યા છે અને જો હોય તો પાણી તરસ્યા કચ્છ માટે મોટી રાહતરૂપ બનશેપ હેલીવાર આ વિસ્તારમા સંસોધન થયુ અને સફળતા મળી તેથી સરકારમાં આ અંગેનો રીપોર્ટ કરી ભવિષ્યમાં કોઇ પ્રોજેક્ટ ત્યા અમલી કરી પીવા લાયક પાણી બનાવાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરાશે જો કે સૌથી અગત્યની વાત એ છે કે પાણીનો જથ્થો અહી વિપુલ માત્રમાં મળ્યોક ચ્છના જમીનના પેટાણમા હજુ પણ જુની નદિઓના વહેણ છે તેવુ અનેક સંશોધક અને અભ્યાસુ એ જણાવ્યુ છે ત્યારે અહી પાણી કોઇ જુના જળ સ્તોત્રનુ હોય તેવુ પ્રાથમીક રીતે નિષ્ણાંતો માને છે પરંતુ તેના વધુ સંસોધન માટે તેના કાર્બન ડેટીંગ અમદાવાદ સ્થિત ફીઝીકલ રીસર્ચ લેબોરેટરીમાં મોકલાશે અને ત્યાર બાદ માલુમ પડશે કે પાણી લુપ્ત સિંધુનુ કે સરસ્વતીનું છે