ભચાઉ તાલુકાના આધોઇ (શાહુનગર)તેમજ ઉદેપુર વિસ્તારમાં જુદા જુદા નવ મકાનોમાં તસ્કરોએ રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના ની ચોરીને અંજામ આપતા ચકચાર મચી ગઇ છે.
આધોઇ ના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિના સમયે જાણે ઠંડીનો લાભ ઉઠાવીને તસ્કરોએ હાથફેરો નવ જેટલા મકાનને નિશાન બનાવ્યા હતા જેમાં અગાઉ પણ ચોરીનો ભોગ બનેલા મોહન રાયસંગ કોલી નાં ઘરે આ વખતે તસ્કરોએ મકાનની ગ્રીલ તેમજ દરવાજા ના નકૂચા તોડી અંદર પ્રવેશ કરીને અંદાજિત ૩૦ હજાર રોકડ તેમજ ૧ નંગ સોનાનું બેસલેટ તેમજ એક સોનાની ચેન ચોરી સામાન વેરવિખેર કરી નાસી છૂટ્યા હતા તો
દિનેશ પુરી ગોસ્વામી ના ઘરે અંદાજિત 60 હજાર થી વધુની રકમ તેમજ સોના-ચાંદીના દાગીના પણ તસ્કરો સેરવી ગયા હતા
ભરત સુથાર ના ઘરે એક સોનાનું મંગળસૂત્ર તેમજ ૪ નંગ સોનાનાં પાટલા તેમજ રોકડ રકમ રૂપિયા અંદાજિત ચાર હજારની ઉઠાવી ગયા હતા
સુથાર વાલજીભાઈ ના ઘરે સોનાની બુટી તેમજ અંદાજિત 3500 રોકડ રકમ પણ તસ્કરોએ છોડી નહોતી
અરવિંદ સોનીના ઘરે તસ્કરો હાથફેરો કર્યો જેમાં થી 5 થી 7 હજાર રોકડ રકમ તેમજ ચાંદીના સાંકડા ઉઠાવી ગયા હતા
નારણ છગન દાવડાનાં ઘરે અંદાજિત 17000 જેટલી રકમ ઉઠાવી ગયા તેમજ ઘરનો સરસામાન વેર વિખેર કરી નાખ્યો હતો
તેમજ ડો. પંડિત નાં ઘરે તેમજ બે પટેલો ના ઘરે તસ્કરોએ અંદર પ્રવેશ કરી સર સમાન વેરવિખેર કરી નાસી છૂટ્યા હતા
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આરંભી હતી
મળતી માહિતી મુજબ પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવવા મથામણ કરી રહી છે સવારે ગામમાં તસ્કરો દ્વારા નવ મકાનના તાળા તોડયા ના વાયુવેગે સમાચાર મળતા ચકચાર ફેલાઈ હતી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પણ કચ્છમાં ભર શિયાળે તસ્કરોએ પોલીસના પસીના છોડાવી પડકાર ફેંક્યો છે.