Home Crime ભુજના ત્રણ યુવાનોને ટેકનોલોજીએ બનાવ્યા ચેઇન સ્નેચર 1 વર્ષમાં મોજશોખ માટે 19...

ભુજના ત્રણ યુવાનોને ટેકનોલોજીએ બનાવ્યા ચેઇન સ્નેચર 1 વર્ષમાં મોજશોખ માટે 19 ગુન્હાને અંજામ આપ્યો

4020
SHARE
ગુન્હેગાર ગમે તેટલો ચાલાક હોય પરંતુ અંતે તે કાયદાના દાયરામા આવી જ જાય છે. ચાલાકી સાથે ગુન્હાઓને અંજામ આપતા ત્રણ યુવાનો અંતે ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયા છે આમતો પશ્ર્ચિમ કચ્છ અને ખાસ કરીને મુખ્ય મથક ભુજમાં ચીલઝડપ ટોળકી ઝડપવી પોલિસ માટે એક પડકારરૂપ કોયડો અને પડકાર બની ગયો હતો જેને પોલિસે ઝીલી લઇ ભેદ ઉકેલી નાંખ્યો છે 6 ચોરાઉ ચેન એક ચોરાઉ બાઇક અને 19 જેટલી ચીલઝડપની કબુલાત સાથે ભુજની ત્રણ યુવાનોની એ ટોળકી અંતે પોલિસની ગીરફ્તમા આવી ગઇ છે આજે પશ્ર્ચિમ કચ્છ જીલ્લા પોલિસવડા એમ.એસ.ભરાડા,પશ્ર્ચિમ કચ્છના બે ડી.વા.એસ.પી જે.એન.પંચાલ,તથા જે.કે.જયસ્વાલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ એમ.બી.ઔસુરાએ યોજેલી સયુંકત પત્રકાર પરિષદમાં આ અંગે વિગતો આપી હતી.

YOUTUBE’ પર વિડીયો જોઇ શિક્ષીત યુવાનો બન્યા ચેઇન સ્નેચર

આમતો આજે ટેકનોલોજીની મદદથી યુવાનો અનેક નવા સંશોધન અને કાર્યો કરે છે પરંતુ ભુજના આ ત્રણ યુવાનો સરફરાઝ ઉર્ફે ફેઝલ અબ્દુલ મંધરીયા પઠાણ રહે કેમ્પ એરીયા તથા તેના બે સાગરીત સાહિલ અસલમ કુરેશી અને લકીસીંગ જીતસીંગ રાજપુત(સરદાર) નામના ત્રણે યુવાનો આ ટેકનોલોજીની મદદથી ચેઇન સ્નેચર બન્યા યુટ્યુબ પર વિડીયો જોયા બાદ ત્રણે યુવાનોને ચેઇન સ્નેચીંગ કરવાની દુષ્પ્રેરણા મળી અને એક ચીલઝડપ બાદ તેઓ પોલિસના હાથે ન ઝડપાતા તેઓએ વધુ ગુન્હાઓને અંજામ આપ્યા પોલિસે કરેલી પ્રાથમીક પુછપરછમાં 19 ચીલઝડપની આ યુવાનોની ટોળકીને કબુલાત કરી છે.

મોરબી માલ વહેંચતા અને ભુજમા એજ પૈસાથી મોજશોખ કરતા

ચીલઝડપ ચોર ટોળકીના માસ્ટર માઇન્ડ એવા સર્ફરાજની પુછપરછમા અનેક ચોંકવાનારા ખુલાસા થયા છે સરફરાઝે ઇગ્લીસ મિડીયમમાં અભ્યાસ કર્યો છે પરંતુ મોજશોખ પુરા કરતા તેના સાગરીતો સાથે તે ચેઇન સ્નેચર બન્યો એકલી મહિલાની રેકી સાથે તેઓએ ચાલતી બાઇક પર ચેઇન ખેંચવાની માસ્ટરી મેળવી અને ચીલઝડપ બાદ પકડાઇ ન જાય તે માટે મોરબી કે અન્ય તેમના ઓળખીતા પાસે માલ વહેંચવાનુ તેઓ પંસદ કરતા આંગડિયા મારફતે સાડી વચ્ચે તેઓ ચેઇન મોકલતા અને ત્યાર બાદ તે પૈસા પાછા આંગડિયા મારફતે મંગાવી પોતાના શોખ પુરા કરતા

પોલિસે પણ ટેકનોલોજી અને સર્વેલન્સથી ગુન્હાનો ભેદ ઉકેલ્યો

લાંબા સમયથી પોલિસ આવી ટોળકીને પકડવા માટેની વોચમા હતી જે માટે વિવિધ વિસ્તારોના સી.સી.ટી.વીનો પોલિસે અભ્યાસ કર્યો હતો તેમા દેખાતા શંકાસ્પદ ચહેરાની તપાસ કરી હતી અને તેમના સોસિયલ મીડીયા એકાઉન્ટ પર નઝર રાખી હતી જેમા કેટલાક શંકાસ્પદ ચહેરા પોલિસના ધ્યાને આવ્યા હતા તો વળી આરોપીઓ જે ચોરાઉ બાઇકનો ઉપયોગ કરતા હતા તેના નંબરો વારંવાર બદલતા હતા આ તમામ ગતિવીધીઓ પરના અભ્યાસ પછી પોલિસે ચોરાઉ બાઇક સાથે ત્રણ યુવાનોને ઝડપ્યા અને તેની પુછપરછમાં તેઓએ તમામ ચીલઝડપની કબુલાત કરીસારો અભ્યાસ અને ટેકનોલોજીની જાણકારી છંતા ભુજના 3 યુવાનોએ રસ્તો પસંદ કર્યો ગુન્હેગારીનો પોલિસ ઘટનાના અંજામ પછી તેમના સુધી પહોંચી નહી તો યુવાનોની હિંમત વધી અને તેઓએ ઢગલાબંધ ગુન્હાઓને અંજામ આપ્યો મોજશોખ માટે અવળા રસ્તે ચડેલા યુવાનોને હતુ કે પોલિસ તેમના સુધી પહોંચી શકશે નહી પરંતુ અંતે પોલિસે તેમને દબોચી લીધા છે અને તેમના રીમાન્ડ દરમ્યાન હજુ પણ વધુ ચોંકવનારા ખુલાસા થઇ શકે છે પશ્ચિમ કચ્છ પોલીસ ને સફળતા માટે અભિનંદન.