Home Current કચ્છમાં તંત્રએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી – હવે મોબાઈલ એપથી ગોલમાલ...

કચ્છમાં તંત્રએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી – હવે મોબાઈલ એપથી ગોલમાલ ઉપર નજર,જાણો વધુ

962
SHARE
વર્તમાન ઘટનાઓ અને બનાવો દરમ્યાન થતી લોકચર્ચામાં સૌથી હોટ ઇસ્યુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી છે દેશના રાજકીય પક્ષોમાં જબરી રાજકીય હલચલ છે તો, લોકો પણ ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે? એ બાબતે અટકળો કરતા રહે છે જોકે, સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીની તારીખો હજી જાહેર નથી થઈ પણ, નરેન્દ્ર મોદી સરકારની ૨૨ મી મે ૨૦૧૯ના પાંચ વર્ષની લોકસભાની મુદ્દત પુરી થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે રાષ્ટ્રીય સ્તરે લોકસભાની ચૂંટણી પાર પાડવાની કરેલી આગોતરી તૈયારીના ભાગ રૂપે કચ્છમાં વહીવટીતંત્રએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે ભુજમાં કલેકટર રેમ્યા મોહને રાજકીય પક્ષો સાથે તેમજ મીડીયા સાથે બેઠક યોજીને લોકસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા શરૂ મતદારો માટે કરાયેલ નવી સુવિધાઓની જાણકારી આપી હતી તો મતદાર યાદી વિશે માહીતી આપી હતી.

જાણો મહત્વની બે મોબાઈલ એપ વિશે કે જેનો આપ પણ મતદાર તરીકે કરી શકશો ઉપયોગ

અત્યાર સુધી ચૂંટણીઓમાં થતી ગોલમાલ ના બનાવોની ફરિયાદ માટે લોકો ફોન દ્વારા, રૂબરૂ કે પછી મીડીયા મારફતે તંત્રનું ધ્યાન દોરતા હતા પણ, હવે ચૂંટણી પંચે ટેકનોલોજીના ઉપયોગ સાથે સ્માર્ટ ફોનને જોડીને બે મોબાઈલ એપ વિકસાવી છે કલેકટર રેમ્યા મોહને આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનુ પાલન થાય એટલા માટે ચૂંટણી પંચે C vigil નામની મોબાઈલ એપ બનાવી છે C vigil મોબાઈલ એપ દ્વારા ચૂંટણીમાં ક્યાંયે કોઈ ગોલમાલ કે ગેરરીતિ થતી દેખાય તો મતદાર ડાયરેકટ તેનો ફોટો પાડી અથવા તો વીડિયો ઉતારીને સીધો જ ચૂંટણી તંત્રને મોકલીને ફરિયાદ કરી શકશે C vigil એટલે સીટીઝન વિજિલન્સ, મતદાર જાતે જ વિજિલન્સની જેમ ચૂંટણીમાં થતી ગેરરીતિ કે ગોલમાલને અટકાવી શકે એવા હેતુ સાથે આ એપ શરૂ કરાઇ છે ગુગલ પ્લે સ્ટોર પર જઈને C vigil ટાઈપ કરી આ એપ ડાઉનલોડ કરી શકાશે પણ, આ એપ દ્વારા જ્યારે ફરિયાદ કરવી હોય ત્યારે મોબાઈલ માં GPS સિસ્ટમ ચાલુ હોવી જોઈએ જેવી આ એપ શરૂ થશે એટલે તરત જ એપ ની અંદર જ કેમેરામાં ફોટો અથવા તો વિડીઓનું ઓપશન આવશે આપણે જે ઓપશન પસંદ કરીએ તે પ્રમાણે નું દ્રશ્ય  સેન્ડ દબાવીને મોકલી શકાશે મોબાઈલ દ્વારા ફરિયાદ સીધી જ જિલ્લા કક્ષાએ ચૂંટણી કચેરીએ પહોંચશે, GPSના કારણે ફરિયાદ કરનાર મતદાર નું લોકેશન ટ્રેસ થશે અને તરત જ ચૂંટણી તંત્ર દ્વારા નજીકની વિજિલન્સ ટીમને ઘટના સ્થળે મોકલી પગલાં ભરવામાં આવશે. બીજી મોબાઈલ એપ મતદાર યાદી માં નામ શોધવા માટેની છે ગુગલ પ્લે સ્ટોરમાં જઇ voter helplaine ટાઈપ કરીને એ એપ ડાઉનલોડ કરી શકાશે આ મોબાઈલ એપ પણ બહુ જ સરળ છે, તેમાં જે માહિતી માંગી હોય તે લખીશું એટલે આપણું નામ મતદાર યાદીમાં હોય તો તરત જ બધી જ ડિટેઇલ્સ આવી જશે મતદાન મથક વિશેની માહિતી પણ મળી જશે કલેકટર રેમ્યા મોહને સૌ મતદારોને અપીલ કરી હતી કે તેઓ પહેલે થી જ પોતાના નામની ચકાસણી કરી લે,જેથી છેલ્લી ઘડીએ મતદાર યાદીમાં નામ નથી એવી ફરિયાદ કરવી ના પડે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિએ ફોન ઉપર પણ મતદાર યાદીમાં નામ જાણવા માટે હેલ્પલાઈન ચાલુ હોવાનું જણાવીને ભુજના મતદારો લેન્ડલાઈન ફોન ઉપરથી 1950 ડાયલ કરી જ્યારે ભુજ થી બહાર રહેતા મતદારોએ લેન્ડલાઈન માટે તેમ જ મોબાઈલ ફોન દ્વારા જાણકારી મેળવવા માંગતા મતદારોએ 028321950 નંબર ડાયલ કરીને માહિતી મેળવી શકશે.

જાણો લોકસભાની ચૂંટણીના મતદારો અને બુથ વિશેની રસપ્રદ આંકડાકીય માહિતી

જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિએ આપેલી માહિતી અનુસાર કચ્છ લોકસભા બેઠકમાં મોરબીનો પણ સમાવેશ થતો હોઇ કુલ ૭ વિધાનસભા બેઠકોમાં ૧૮૫૨ જેટલા મતદાન મથકોમાં મતદાન થશે જે પૈકી ૪૧૬ મતદાન મથકો સંવેદનશીલ છે દરેક વિધાનસભા બેઠક દીઠ ૫ (કુલ ૩૫) મતદાન મથકો માત્ર મહિલા સ્ટાફ સાથે કાર્યરત હશે તો મોટી ઉંમરના સિનિયર સિટીઝનો ને મતદાન મથકે લઈ આવવા અને પરત લઈ જવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ગોઠવાશે ૧૦ હજાર જેટલા કર્મચારીઓ કચ્છની લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે આ વખતે મતદાનમાં EVM-VVPAT નો ઉપયોગ થશે, ૨૪૦૦ જેટલા મશીનો કચ્છમાં આવી ગયા છે મતદારોની સંખ્યાની વાત કરીએ તો કુલ મતદારો ૧૪ લાખ ૬૭ હજાર ૧૮૭ છે જે પૈકી પુરુષ મતદારો ૭ લાખ ૬૫ હજાર ૨૫૩ અને મહિલા મતદારો ૭ લાખ ૧ હજાર ૯૧૯ છે જિલ્લા બહાર નોકરી કરતા સર્વિસ મતદારો ૩૯૫ છે, જેમનું મતદાન બેલેટ પેપર દ્વારા થશે ગત ચૂંટણી કરતા મહિલા મતદારોની સંખ્યા વધી છે, તો કુલ ૧૭ હજાર મતદારો વધ્યા છે મતદાન જાગૃતિ માટે કચ્છની શાળા કોલેજોના છાત્રો ના વાલીઓ પાસે ૩ લાખ ૧૯ હજાર સંકલ્પ પત્રો ભરાવાશે જે મતદારોના નામ મતદાર યાદીમાં ન હોય અથવા તો કંઈ પણ ફેરફાર હોય તેઓ મામલતદાર કચેરીમાં ફોર્મ ભરીને સુધારો કરાવી લ્યે તેવી અપીલ તંત્રએ કરી છે તો, જિલ્લા કલેકટર રેમ્યા મોહને નવા યુવા મતદારો અને મહિલા મતદારોને જાગૃતિ દર્શાવીને તેમના નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે ખાસ અપીલ કરી છે.