Home Crime મહિલા આગેવાન તુલસી સુઝાનને મારી નાખવાની ધમકી આપનાર હિતેશ ગઢવી ઝડપાયો –...

મહિલા આગેવાન તુલસી સુઝાનને મારી નાખવાની ધમકી આપનાર હિતેશ ગઢવી ઝડપાયો – તેણે મીડીયાકર્મીઓને શું કહ્યું?

1853
SHARE
ગાંધીધામના રાજકીય અને સામાજિક મહિલા આગેવાન તુલસી સુઝાન ધમકી પ્રકરણમાં આદિપુર પોલીસે હિતેશ ગઢવીની ધરપકડ કરી છે આદિપુરના સંતોષીમાં ટ્રસ્ટને ભેટ મળેલા પ્લોટને ખરીદવા માટે NOC આપવાના મુદ્દે ટ્રસ્ટના ઉપપ્રમુખ તુલસી સુઝાન સાથે હિતેશ ગઢવીએ વિવાદ કરી ધાકધમકી કરી હતી આ મામલે તુલસી સુઝાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ શખ્સો વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી નિવૃત ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવી, હિતેશ વાલાભા ગઢવી અને ખેતદાન ચારણ એ ત્રણે વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ પણ ધમકીનો સિલસિલો ચાલુ હોય તેમ તુલસી સુઝાન દ્વારા ચલાવાતા જિમમાં પણ તોડફોડ કરાઈ હતી માથાભારે તત્વો દ્વારા થઈ રહેલી હેરાનગતિના મુદ્દે કચ્છના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને પાસા હેઠળ ધરપકડ કરવા માંગ કરાઈ હતી છેલ્લા ચાર દિવસ થયા કચ્છભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કિસ્સામાં આદિપુર પોલીસે ત્રણ આરોપીઓ પૈકીના એક આરોપી હિતેશ વાલાભા ગઢવીની ધરપકડ કરી છે મહિલા આગેવાન તુલસી સુઝાનને મારવાની ધમકી આપનાર એક આરોપી ઝડપાયો છે તેવી જાણ થતાં જ મીડીયાકર્મીઓ કવરેજ માટે પહોંચ્યા હતા પોતાના ફોટા પાડતા મીડીયાકર્મીઓને જોઈને ઉશ્કેરાયેલા હિતેશ ગઢવીએ એક કેમેરામેનનો કેમેરો તોડી નાખી અન્ય મીડિયાકર્મીઓને જોઈ લેવાની ધમકી આપી હતી.

પ્લોટની લેતીદેતીના કારણે વિવાદ

સંતોષીમાં મંદિરને દાનમાં મળેલા ૧ કરોડ ₹ ના પ્લોટને (માર્કેટ વેલ્યુ ૧૨ કરોડ ₹) જો ટ્રસ્ટ દ્વારા NOC આપવામાં આવે તો આ પ્લોટની રકમ માંથી સંતોષીમાં ટ્રસ્ટને દાન આપવાની ખાતરી તત્કાલીન ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવી દ્વારા અપાઈ હતી હિતેશ ગઢવી આ પ્લોટને NOC માટે તુલસી સુઝાનને મળ્યા હતા અને વિષ્ણુદાન ગઢવીએ જુમા રાયમાને ભલામણ કરતા NOC માટે તુલસી સુઝાન સંમત થયા હતા પણ, ટ્રસ્ટને દાન આપવાની શરત હતી જોકે, દાન આપવાને બદલે સામે થી હિતેશ ગઢવી, નિવૃત ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવીએ દાદાગીરી સાથે મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે ખંડણી માંગી હોવાની પોલીસ ફરિયાદ તુલસી સુઝાને નોંધાવી હતી.