Home Current કાશ્મીરથી કચ્છ સુધી ‘ભારત’ માતાકી જયના નારા સાથે વીંગ કમાન્ડન્ટ અભિનંદનના આગમનની...

કાશ્મીરથી કચ્છ સુધી ‘ભારત’ માતાકી જયના નારા સાથે વીંગ કમાન્ડન્ટ અભિનંદનના આગમનની ઉજવણી

1018
SHARE
ભારતના સૈનીકો પર આંતકીઓએ કરેલા હુમલા અને ત્યાર બાદની ભારતીય સૈન્યની પાકિસ્તાન પર કાર્યવાહી સમયે પાકિસ્તાન પહોંચી ગયેલા વિગ કમાન્ડન્ટ અભિનંદન કુમારની પાકિસ્તાનથી મુક્તી થઇ છે ગઇકાલ સુધી પાકિસ્તાન જવાબી કાર્યવાહીની વાત કરતુ હતુ પરંતુ એરફોર્સના અધિકારીને પરત કરવા મુદ્દે ભારતે નમતુ ન જોખતા પાકિસ્તાનને કડક શબ્દોમાં તેને પાછા આપવા માટે ચોતરફથી દબાણ કર્યુ હતુ અને તેમા ભારત સફળ રહ્યુ હતુ ત્યારે આજે સાંજે વાઘા બોર્ડરેથી તેને પરત લાવવા માટેની તૈયારીમા સરકાર અને એરફોર્સ લાગી ગયુ હતુ જો કે અભિનંદનને આવકારવા માટે કાશ્મીરથી લઇ સમગ્ર દેશમાં ઉત્સાહ છે અને સૌ કોઇ ભારત માતાકી જયના નારા સાથે તેના આગમનને વધાવી રહ્યુ છે ત્યારે કચ્છમાં પણ આજે ઠેરઠેર અભિનંદનની ભારત વાપસીની ઉજવણી અનોખી રીતે કરાઇ હતી
ભારતે કરેલા ભારે દબાણને કારણે પાકિસ્તાનના વડાપ્રધાને ગઇકાલે અભિનંદનની મુક્તી માટેની જાહેરાત કરી હતી આજે સાંજે ભુજમાં પણ યુવાનોએ ઢોલનગારા અને ફટાકડા ફોડી અભિનંદનના ભારત આગમનને વધાવ્યો હતો ભુજના ધિગેશ્ર્વર મહાદેવના મંદિર પાસે ભુજના યુવા સંગઠનોએ એકઠા થઇ સંગીતના તાલે અભિનંદનના આગમનની ઉજવણી કરી હતી.

સવારે વાણીયાવાડના વેપારીઓએ ફટાકડા ફોડ્યા

આજ સવારથીજ સમગ્ર દેશમાં ભારતના લાડલા પરાક્રમી સપુતની વતન વાપસીની ઉજવણી થઇ છે સમગ્ર દેશમા જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેમ ભારતના પરાક્રમી સપુતની વાપસીની ઉજવણી થઇ રહી છે ત્યારે સવારે ભુજના વાણીયાવાડના વેપારીઓએ એકઠા થઇ અભિનંદનની ભારત પરત આવવાની ઉજવણી કરી હતી અને હાથમા રાષ્ટ્રીય ધ્વજ અને ભારત માતા કી જયના નારા સાથે વેપારીઓએ સરકારના પ્રયાસ અને જવાનની પાકિસ્તાનના કબ્જામાં હોવા છંતા દર્શાવેલી હિંમતને વધાવી હતી જેમાં સમગ્ર વિસ્તારના વેપારીઓ જોડાયા હતા.
જો કે માત્ર ભુજ નહી પરંતુ કચ્છમાં ઠેરઠેર અલગ-અલગ રીતે લોકો ભારતના પરાક્રમી અભિનંદનની વાપસીની ઉજવણી કરી રહ્યા છે પાકિસ્તાન સામેની કાર્યવાહી અને ભારતને તેમા મળેલી સફળતાની ઉજવણીમાં દેશ લીન બન્યો હતો કેમકે ભારતના સૈનીકો પર થયેલા હુમલા પછી સમગ્ર ભારત એક બન્યુ છે અને તેવામાં પાકિસ્તાનની ચુંગાલમાં ફસાયેલા ભારતના એક વિર જવાનને ભારત પરત લાવવામાં સફળતા મળી છે તેની ખુશી દરેક ભારતીયને છે સલામ છે એ વિર સપુતને અને સલામ છે એ દેશ ભારતને જય હિંદ