Home Crime ભુજ આર. આર સેલના દરોડા બાદ ભુજ બી ડીવીઝન પોલીસે વરલી મટકા...

ભુજ આર. આર સેલના દરોડા બાદ ભુજ બી ડીવીઝન પોલીસે વરલી મટકા પર કરી કાર્યવાહી

1411
SHARE
ભુજ શહેરમાં વરલી મટકાના ચાલતા જુગાર સામે આર.આર.સેલ દ્વારા થયેલ કાર્યવાહી બાદ ભુજ બી ડીવીઝન પોલીસે હરકતમાં આવીને આજે કાર્યવાહી કરી હતી ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ફિરોજ મામદ લાખાને વરલી મટકાનો જુગાર રમાડતા પકડી પડ્યો હતો ભુજના ભીડ નાકા બહાર દાદુપીર રોડ ઉપર રહેતા ફિરોજ મામદ લાખા (ઉ.૨૪) પાસે થી પોલીસે ૧૨,૭૪૦ રોકડા અને ૫૦૦૦ ના એક મોબાઈલ સાથે પોલીસે કુલ ૧૭,૭૪૦ નો મુદ્દામાલ અને વરલી મટકાનું સાહિત્ય ઝડપી પાડ્યું હતું આ કામગીરીમાં બી ડિવિઝનના ઇન્ચાર્જ પી.આઈ. એ. એન. પ્રજાપતિ, એ.એસ.આઈ. જયદીપસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ધરડા, પો.કો. અનિરુદ્ધસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોન્સ્ટેબલ કિરણબેન બાંટવા જોડાયા હતા.