કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના કેસના મુખ્ય આરોપી તેમજ કાવરતાખોર છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા ગત રવિવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી…ત્યારબાદ SIT ની ટિમ દ્વારા આજે ભચાઉ કોર્ટમાં સિદ્ધાર્થ પટેલને રજૂ કરવામાં આવ્યો હતો..સમગ્ર ચકચારી હત્યાકાંડમાં ભાગેડુ મોસ્ટ વોન્ટેડ આરોપી છબીલ પટેલ ક્યાં છે ? તે વિશેની જાણકારી ઉપરાંત આ કેસ ની અન્ય મહત્વની કડીઓ સિદ્ધાર્થ પટેલની પોલીસ તપાસ ખુલી શકે તેમ છે સિદ્ધાર્થે આ હત્યા કેસમાં કોની કોની મદદ કરી છે અને આ હત્યા કેસમાં તેની શુ ભૂમિકા છે તે તમામ બાબતોની તપાસના મુદ્દાને લઈને SIT એ ભચાઉ કોર્ટમાં સિદ્ધાર્થ પટેલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી ભચાઉ કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીને સિદ્ધાર્થ પટેલના 3 દિવસના પોલિસ રિમાન્ડ મંજુર કરાયા છે.
સિદ્ધાર્થ ઉપર જેન્તીભાઈની હત્યાને લગતા પુરાવાનો નાશ કરવાનો આરોપ?
૭ જાન્યુઆરીના મધરાતે જેન્તી ભાનુશાલીની હત્યાની ઘટનાએ ૮ મી જાન્યુઆરીએ સવારે ગુજરાત સહિત દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો ભાજપના નેતાની હત્યાનો આરોપ ભાજપના જ બીજા નેતા છબીલ પટેલ ઉપર મુકાયો જોકે, છબીલ પટેલ તે સમયે વિદેશ હોવાનો ખુલાસો કરનાર તેમના પુત્ર સિદ્ધાર્થને સમગ્ર હત્યાના કાવતરા વિશે ખબર હોવાનું પોલિસ માની રહી છે અને હત્યાના પુરાવાઓ નાશ કરવામાં સિદ્ધાર્થની ભૂમિકા હોવાની પોલિસને શંકા છે જોકે, સિદ્ધાર્થની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તે તેના પિતા છબીલ પટેલ સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું છે પોલિસ સિદ્ધાર્થનો કોલ રેકોર્ડ ચેક કરીને હત્યા કેસની કડીઓ સાથે છબીલ પટેલની સામેલગીરીના પુરાવાઓ એકઠા રહી છે જેન્તીભાઈની હત્યા બાદ સિદ્ધાર્થ ભુજ આવ્યો હોવાનું અને તેણે કેટલાક લોકોનો સંપર્ક કર્યો હોવાના આધારે પોલિસ તપાસ એ દિશામાં આગળ વધી શકે તેમ છે તો, આ કેસમાં જે સેક્સ સીડીની અને ઓડિયો ક્લિપિંગસની પણ ચર્ચા થઈ રહી છે તેના તાર સિદ્ધાર્થ છબીલ પટેલ સાથે અને અન્ય બીજા કોઈ સાથે જોડાયેલા છે કે કેમ? તેની પણ તપાસ થઈ શકે તેમ છે.