ભુજ નગરપાલિકાના વોર્ડન. ૬ની પેટાચૂંટણીનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે ૧૦ માર્ચ રવિવારે આજે પૂર્ણ થયેલ આ ચૂંટણી ભાજપના નગરસેવક ધીરેન ભાનુભાઈ ઠક્કર ત્રીજા સંતાન ના કારણે ગેરલાયક ઠરે તેમ હોઈ તેમના રાજીનામાં ના કારણે યોજાઈ હતી. જેમાં ભાજપ વતી ભૌમિક વચ્છરાજાની અને કોંગ્રેસ વતી ચેતન શાહ મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. જોકે, સવારથી જ મતદાન ધીમું રહ્યું હતું. જેમાં બપોર સુધી ૩૦ ટકા આસપાસ મતદાન થયા પછી તેમાં થોડો વેગ આવ્યો હતો અને બાદ સાંજે મતદાન ની ટકાવારી વધી હતી કુલ ૫ મતદાન બુથમાં સાંજે મતદાન ની કુલ ટકાવારી ૪૩ ટકા જેટલી નોંધાઇ હતી મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું લગ્ન ગાળાની સિઝન તેમજ બોર્ડ પરીક્ષાઓના કારણે મતદાનની ટકાવારી ૪૩ ટકા જેટલી ઓછી રહી હતી મતગણતરી મંગળવારે ૧૨ મી માર્ચે ભુજની મામલતદાર કચેરીમાં થશે સામાન્ય રીતે આ વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે પણ, ભાજપના આંતરિક રાજકારણ ને કારણે પ્રચાર પ્રસારમાં થોડો ચડાવ ઉતાર વર્તાયો હતો.