Home Crime હવે છબીલ પટેલ શરણે – જેન્તી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય આરોપી વિદેશથી...

હવે છબીલ પટેલ શરણે – જેન્તી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય આરોપી વિદેશથી પાછા ફરશે

1346
SHARE
છેલ્લા ઘણા સમયથી વધી રહેલી પોલીસની ભીંસને પગલે જેન્તી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલ પોલીસને શરણે આવવા તૈયાર હોવાનુ ચર્ચાઈ રહ્યું છે સૂત્રોનુ માનીએ તો, પુત્ર સિદ્ધાર્થની ધરપકડ અને પોલીસ રિમાન્ડ બાદ તેમજ ભત્રીજા પિયુષ પટેલ, વેવાઈ રસિક સવગણ પટેલને જેલ હવાલે કરાયા બાદ છબીલ પટેલ ઉપર ભીંસ વધી છે એટલે,વિદેશથી પરત સ્વદેશ ફરીને છબીલ પટેલે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું મન બનાવી લીધું છે. ચર્ચા અનુસાર છબીલ પટેલ એકાદ દિવસમાં જ હાજર થઈ જશે એવું મનાઈ રહ્યું છે. જોકે, ભચાઉ કોર્ટમાં પોલીસે હત્યાના બનાવ પહેલા જ વિદેશ નાસી છુટેલા છબીલ પટેલને હત્યા બાદ ભાગેડુ ગુનેગાર ગણાવીને કલમ ૭૦ હેઠળ તેની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કર્યા સહિતની તૈયારી કરી દીધી હતી જોકે, આ કેસ માં હજી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ધરપકડ પણ બાકી છે પોલીસે હત્યાના ષડ્યંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે અને જેન્તી ભાનુશાલીની હત્યાની સોપારી કઈ રીતે અપાઈ તેની વિગતો ઝડપાયેલા આરોપીઓ પાસેથી મેળવી લીધી છે અત્યાર સુધી આ કેસમાં કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી છે જે પૈકી ૭ આરોપીઓ જેલ હવાલે થયા છે. (૧) રાહુલ પટેલ (૨) નીતિન પટેલ (૩) શશીકાંત કામ્બલે (૪) અશરફ શેખ (૫) વિશાલ કામ્બલે (૬) પિયુષ પટેલ (૭) રસિક સવગણ પટેલ (૭) કોમેશ પટેલ આ તમામ જેલમાં છે. જ્યારે (૮) માં આરોપી સિદ્ધાર્થ છબીલ પટેલ પોલીસ રિમાન્ડ પર છે, તેના રિમાન્ડ પુરા થવામાં છે પોલીસ દ્વારા થયેલી સિદ્ધાર્થની પૂછપરછમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સેક્સ સીડી તેમજ વાતચીતની ઓડિયો કલીપીંગ્સ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બની ચુકી છે હત્યાના બનાવ પૂર્વે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ સેક્સ કલીપીંગ્સ તેમજ ઓડિયો કલીપીંગ્સ અંગે સામસામે વિવાદો, આક્ષેપો તેમ જ પોલીસ ફરિયાદ લાંબો સમય ચર્ચામાં રહ્યા હતા જેને કારણે કચ્છ અને ગુજરાતના રાજકારણમાં પણ ચકચાર મચી ગઇ હતી અને ભાજપના બે પૂર્વ નેતાઓ વચ્ચેનું કોલ્ડ વોર લોકચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું.