Home Crime ભુજનો ‘બેવફા પતિ’- પ્રેમીકા માટે પત્નીની હત્યા કરી અને મૃત પત્ની પ્રેમી...

ભુજનો ‘બેવફા પતિ’- પ્રેમીકા માટે પત્નીની હત્યા કરી અને મૃત પત્ની પ્રેમી સાથે નાસી ગઈ હોવાની એલીબી ઉભી કરી,જાણો આખો કિસ્સો

8355
SHARE
‘પાપ હમેંશા છાપરે ચડીને પોકારે છે’ ,એ ઉક્તિ ભુજની એક મહિલાના હત્યા કેસમાં સાચી પડી છે. નવ મહિના થયા ગુમ થયેલી ભુજની મુસ્લિમ મહિલાની હત્યા કરાઈ હતી અને એ હત્યા ના ભેદભરમનું રહસ્ય પોલીસે ઉકેલ્યું છે. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ હત્યા કેસ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ માં એલસીબી ના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી. ઔસુરાએ આપેલી માહિતિ અનુસાર ભુજ ના ઇસ્માઇલ હુસેન માજોઠી એ તા/૧૦/૬/૨૦૧૮ ના પત્ની રૂકસાના ગુમ થઇ છે તે અંગે બી ડિવિઝન પોલીસ માં નોંધ કરાવી હતી. ત્યાર પછી પણ પોલીસ ઉપર દબાણ બનાવતા ઇસ્માઇલે ડીએસપી, કલેકટરને આવેદનપત્ર આપી પોતાની ગુમ પત્ની રૂકસાના ને શોધી આપવા દબાણ બનાવ્યું હતું એટલુંજ નહીં ગુજરાત હાઇકોર્ટ માં અરજી કરીને પોતાની ગુમ થયેલ પત્ની રૂકસાના ને શોધવા ને બદલે પશ્ચિમ કચ્છ એલસીબી ની કામગીરી બરાબર ન હોઈ અન્ય પોલીસ એજન્સી ને તપાસ સોંપવા માટે માંગણી કરી હતી.

માં અને ભાઈઓની શંકા ને પગલે પોલીસે ઇસ્માઇલ ઉપર વોચ ગોઠવી અને ‘બેવફા’ પતિ નો નકાબ ચીરાયો..

રૂકસાના ની માતા શકીનાબેન અને બે ભાઈઓ સલીમ તેમ જ ઇકબાલે રૂકસાના ના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરનાર તેના પતિ ઇસ્માઇલ તેમ જ તેની પ્રેમીકા એવી બીજી પત્ની ઉપર રૂકસાના ની હત્યા કરી હોવાનો આક્ષેપ મૂકી પોલીસ સમક્ષ તપાસ ની માંગણી કરી હતી. દરમ્યાન ઇસ્માઇલ દ્વારા પોતાની પ્રથમ પત્ની ગુમ થઈ છે એ નાટક કરવાની સાથે હત્યાની આખીયે ઘટનાને છુપાવવા માટે આપણા રુંવાડા ઉભા થઇ જાય એવું માસ્ટર માઈન્ડ વાપરીને આયોજન કરાયું હતું. આ આખીયે મર્ડર મિસ્ટ્રીને અંજામ આપનારા એક મહિલા સહિત ૭ આરોપીઓને પોલીસે અટકમાં લીધા છે. (૧) ઇસ્માઇલ હુસેન માજોઠી (મહેરુન પાર્ક, મુસ્લિમ એજયુકેશન હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે , ભુજ) અને તેને સાથ આપનાર અન્ય પાંચ આરોપીઓ (૨) જાવેદ જુસબ માજોઠી, ( પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજ) (૩) સાજીદ દાઉદ ખલીફા, (રામનગરી, માધાપર,ભુજ) (૪) સાયમા સાજીદ ખલીફા, (રામનગરી, માધાપર, ભુજ) (૫) અલ્તાફ અબ્દુલ માજોઠી (રાજધાની પાર્ક, રેલવે સ્ટેશન પાસે, ભુજ) (૬) સબીર જુસબ માજોઠી, (૭) મામદ ઓસમાણ કુંભાર (પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજ) ની ધરપકડ કરી છે. આઈજી ડી. બી. વાઘેલા અને ડીએસપી સૌરભ તૌલુબિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને મોબાઈલ ફોનને આધારે વોચ ગોઠવી ધીરજ પૂર્વક તપાસ કરી અને ૯ મહિના પછી આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. જોકે, મર્ડર મિસ્ટ્રીનો ઇસ્માઇલે રચેલો ખોફનાક ખેલ ક્રાઇમ થ્રિલર અને ક્રાઈમ સસ્પેનશન નોવેલ જેવો છે.

બેવફા પતિએ મૃત પત્ની પ્રેમી સાથે નાસી ગઈ છે,એવો ‘ખેલ’ રચ્યો..

ઇસ્માઇલે ઉર્ફે ‘માલા’ એ તેની મુંબઈની પ્રેમિકા એવી બીજી પત્ની નાઝીયા સાથે લગ્ન કર્યા બાદ પ્રથમ પત્ની રૂકસાના સાથે તેના ઝઘડા થતા હતા. રૂકસાના એ બીજી પત્નીના પ્રેમ માં પાગલ બનેલા ઇસ્માઇલ સામે મારકુટ ની પોલીસ ફરિયાદ પણ કરી હતી. એટલે ઇસ્માઇલ ઉર્ફે માલા એ રૂકસાના ને કાયમ માટે ચૂપ કરી દેવા હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. હત્યાની આ ઘટના અંગે ઇન્ચાર્જ પીઆઇ શ્રી ઔસુરાના જણાવ્યા પ્રમાણે ૯/૬/૨૦૧૮ ના સાંજે સાત વાગ્યાના અરસામાં ઇસ્માઇલનો માસીનો દીકરો જાવેદ જુસબ માજોઠી રૂકસાના ને બલેનો કાર માં ભુજના જીઆઇડીસી પાસે આવેલ કાસમશા પીર ની દરગાહ પાસે લઇ ગયો હતો અને છરી વડે રૂકસાના ની હત્યા કરી નાખી હતી. ત્યાં જાવેદે અન્ય આરોપીઓ સબીર જુસબ માજોઠી અને અલ્તાફ અબ્દુલ માજોઠી ની મદદ થી આયશાપાર્ક ની ઉતર દીવાલ નજીક રૂકસાના ની લાશ દાટી દીધી હતી. આરોપીઓએ હત્યાના પુરાવાઓ નો નાશ કરવા બલેનો કાર માંથી લોહી ના ડાઘ ભૂંસી નાખ્યા હતા. સીટ કવર સળગાવી નાખ્યા હતા. રૂકસાના નો મોબાઇલ જાવેદે પોતાના મિત્ર સાજીદ દાઉદ ખલીફાને આપી દીધો હતો. રૂકસાના ની હત્યા બાદ પતિ ઇસ્માઇલે તે જીવતી છે એવી એલીબી ઉભી કરી હતી. રૂકસાના નો મોબાઈલ ફોન લઈને સાજીદે અમદાવાદ થી રૂકસાના ના પરિવારજનોને ફોન કર્યો હતો કે તે અને રૂકસાના પ્રેમ માં હતા અને ભાગી ગયા છે. ત્યારબાદ રૂકસાનાનો મોબાઈલ કાલુપુર રેલવે સ્ટેશને ફેંકી દીધો હતો. ત્યારબાદ સાજીદ અને તેની પત્ની સાયમાં અજમેર શરીફ ગયા હતા ત્યાં તેમણે અજમેર શરીફ હોટેલ માં રૂકસાના નું ખોટું આઈ કાર્ડ આપ્યું હતું. અજમેરશરીફ થી સાયમાએ રૂકસાનાના પતિ ઇસ્માઇલ ઉર્ફે માલા ને અને રૂકસાના ના ભાઈ ઇકબલને મોબાઈલ ની દુકાને થી ફોન કર્યો હતો. જોકે, દરમ્યાન રૂકસાના નહીં મળતા તેની હત્યા કરાઈ છે એવી જાણ લોકો ને થઈ જશે એવી બીક લાગતા ઇસ્માઇલે અન્ય આરોપી મામદ ઓસમાણ કુંભારની મદદ થી આયેશાપાર્ક માંથી લાશ કાઢી ને સીમંધર સીટી માં અરવિંદસિંહ જાડેજા ના મકાન ના ચાલતા કામ માં પુર ની અંદર નાખી તેની ઉપર કોન્ક્રીટ કરી નાખ્યું હતું. એલસીબી ટીમે તે કોન્ક્રીટ ખોદી ને તેમાં થી રૂકસાના ના લાશ ના પુરાવાઓ મેળવ્યા છે. મૃતક રૂકસાના ના અસ્થિ પોલીસે વધુ તપાસ માટે ફોરેન્સિક લેબ માં મોકલ્યા છે.