પોલિસ દબાવે છે.,પોલિસ માનસિક હેરાન કરે છે. પોલિસ હપ્તા લે છે. પોલિસ ગુન્હેગારને છાવરે છે. આવા શબ્દો તમે અનેકવાર ફરીયાદી અને કાયદાના દાયરામા આવેલા લોકો પાસેથી સાંભળ્યા હશે પરંતુ પોલિસની આ ખરડાયેલી છબી પાછળ એક માનવીય પોલિસ પણ હોય છે. એ આપણે ભુલી જાઇએ છીએ કેમકે ગમે તે કહો આપણા ઘરના રક્ષકો છે. પોલિસ અને સિક્કાની બે બાજુ હોય તે સૌ કોઇ જાણે છે. જો કે આજે આપણે એક આવા કિસ્સાની શબ્દસહ વાત કરી છે. જે સાંભળી કદાચ તમારા રૂવાડા તો ઉભા થઇ જશે પરંતુ તે તમારી આંખોની કિનારી પણ ભીની થશે પ્રેરણાદાયી આ કિસ્સાની વિસ્તૃત વાત કરીએ તે પહેલા ઘટનાનો સાર જોઈએ તો પોલિસે એક ભાઇ બની બહેનની હત્યાકેસની તપાસ કરી અને જ્યારે ન્યાય મળ્યો ત્યારે પરિવાર પોતાના આંસુ રોકી ન શક્યો કઠોર હ્દયના પોલિસને જ્યારે મૃતક રૂકશાનાનો ભાઇ ભેટ્યો ત્યારે પોલિસની આંખના પણ ખુણા ભીના થયા
શુ હતો સમગ્ર કિસ્સો તે જાણીએ
18 વર્ષ પહેલા ભુજના ઇસ્માઇલ માંજોઠી સાથે નિકાહ કરી રૂકશાના તેના ઘરે ગઇ જો કે 18 વર્ષના લગ્ન જીવન પછી રૂકશાના અચાનક 10-06-2018ના ગુમ થઇ ગઇ અને તેના પતીએજ તેના ગુમનોંધ થયા અંગેની ફરીયાદ આપી જો કે મૃતક રૂકશાનાની માતા અને ભાઇને કઇક જુદુજ લાગ્યુ અને તેમણે આ અંગે બી-ડીવીઝન પોલિસ મથકે ઇસ્માઇલ વિરૂધ હત્યાની શંકા દર્શાવતી અરજી કરી તપાસની માંગ કરી ગુમનોંધ અને ન્યાયીક તપાસની અરજી અરજી થઇને જ રહી અને તપાસ આગળ વધી નહી તે વચ્ચે સામાજીક અને કૌટુબીંક રીતે અનેક ચડાવ ઉતાર થયા પરંતુ પહેલા એમ.એસ.ભરાડા અને ત્યાર બાદ નવ નિયુક્ત એસ.પી સૌરભ તોંલબીયાએ આ કેસમાં અંગત રસ લઇ તપાસ એલ.સી.બીને સોંપી અને આજે પોલિસે હત્યાના 10 મહિના પછી ભેદ ઉકેલી મહિલાના પતી અને તેના સાગરીતોને દબોચી લીધા છે.
મૃતકના ભાઇ સલિમના આંસુએ ઘણુ બધુ કહી નાંખ્યુ
આમતો બી-ડીવીઝન પોલિસ સહિત અનેક પોલિસ એજન્સીઓએ આ મામલે તપાસ કરી છે પરંતુ મૃતકના ભાઇના શબ્દો સાંભળીએ મારી બહેન ગુમ થઇ ત્યારે મને આશા ન હતી કે તેને ન્યાય મળશે પોલિસમા અરજી કર્યા પછી કોર્ટનુ શરણુ પણ લીધુ અમારો પરિવાર માનવા તૈયાર ન હતો પરંતુ પહેલા પોલિસવડા અને ત્યાર બાદ નાયબ પોલિસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબે તેને ન્યાય અપાવવા માટે આશ્ર્વાસન આપ્યુ અને તપાસ તેજ કરી અને ત્યાર બાદ એલ.સી.બી પી.એસ.આઇ એમ.બી.આસુરાએ તેને ન્યાય માટે ખાતરી આપી તેમનાજ શબ્દોમાં આગળ કહેતા સલિમ કહે છે. પોલિસ અધિકારી એમ.બી.આસુરાએ તેની વિગતો જાણી કહ્યુ કે સલિમ તારી બહેન નહી પરંતુ રૂકસાના મારી બહેન છે અને જો તેની હત્યા થઇ હશે તો તને ન્યાય મળશે આટલુ કહેતા સલિમ ફરી પોતાની ભીની આંખે પોલિસનો આભાર માને છે. છેલ્લે સલિમે કહ્યુ હુ આભાર શબ્દ નહી વાપરુ કેમકે તેનાથી કેટલુ ગણુ મોટુ કામ પોલિસ માનવીય રીતે કર્યુ છે તે હુ જ જાણુ છુ
વર્ષો પછી કચ્છ પોલિસ માટે કોઇએ આવુ કહ્યુ
આમતો પોલિસ તેની રૂટીન કામગીરીમા અનેક એવા કાર્યો કરે છે. જેનાથી સમાજની તેઓ નજીક જઇ શકે અને લોકો ખરા અર્થમા કહે કે પોલિસ પ્રજાનો મિત્ર છે. અને આવા કામ થતાજ રહે છે. પરંતુ તે સામે આવતા નથી. પરંતુ એક વાત ચોક્કસ છે. કે કચ્છમા લાબા સમય પછી કોઇ એવા અધિકારી અને ટીમ અત્યારે બની છે. જે ન્યાયીક તપાસ સાથે ગુન્હેગારો પર લગામ લગાવી શકી છે. નવરાત્રી,ગણપતી અને પ્રજાથી નજીક જવાના પોલિસ સતત પ્રયત્નો કરે છે. પરંતુ સાચા હ્દયથી પોલિસ માટે આવા શબ્દો લાંબા સમય બાદ નિકળ્યા છે. અગાઉના સમયમાં આવા અનેક અધિકારીઓ હતા જેમને લોકોના હદયમા સ્થાન મેળવ્યુ હતુ. અને હાલ પણ ઘણા અધિકારીઓ એવા છે. જે આવુ કરવાના સતત પ્રયત્નો વચ્ચે કામ કરી રહ્યા છે. રેન્જ આઇ.જીથી લઇ આ કેસમાં કામ કરનાર તમામ અધિકારી અને કર્મચારીઓને સલામ
રૂકશાના સાથે કઇક અજુગતુ થયુ છે તે તેનો પરિવાર જાણતો ગયો સમય જતા તેની હત્યાની શંકા પણ દ્રઢ બની પરંતુ તે વચ્ચે સામાજીક અને કૌટુંબીક રીતે શુ મુશ્કેલી વેઠી તે માત્ર રૂકશાનાનો પરિવાર જ જાણે છે જો કે કેટલાક સમાજના વ્યક્તિ અને પોલિસે માનવીય અભીગમ સાથે એક મિશન રૂપે આ કેસને લીધો તેનો ઉકેલ્યો અને પરિવારના સભ્યોને ન્યાયની હુંફ પણ આપી કદાચ સમાચાર માટે પોલિસનુ આ ગુન્હા શોધન એક રૂટીન પ્રક્રિયા હશે પરંતુ પોલિસે શુ કર્યુ છે તેના માટે ઉપરોક્ત તસ્વીર ઘણુ કહી જાય છે.