ભુજમાં બે મુસ્લિમ જૂથો વચ્ચેના ઘર્ષણે ધડબડાટી સર્જી છે તો, પોલીસે પણ જવાબી કાર્યવાહી કરીને બન્ને પક્ષના ૧૧ આરોપીઓની ધરપકડ કર્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફ.ગુ.ર.નં.૫૫/૧૯ આઇ.પી.સી. કલમ-૩૦૭ મુજબના ગુના કામેના આરોપીઓે શોધી કાઢવા માટે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી., તેમજ ભુજ શહેર એ ડીવીઝન, ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. તેમજ પોલીસ હેડ કવાર્ટરના અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવીને આરોપીઓના રહેણાંકના મકાને ઝડતી તપાસ કરતા આરોપી મુજાહિદ અલીમામદ હિંગોરજા, રહે.આઝાદનગર, સલ્ફીયા મસ્જીદની બાજુમાં, ભુજ-વાળાના રહેણાંકના મકાનમાંથી મારક અલગ-અલગ હથીયારો નાની-મોટી છરી નંગ-૧૦, તલવાર નંગ-૦૪, ધારીયુ નંગ-૧ તથા કુહાડી નંગ-૦૨ હથીયારો મળી આવેલ તેમજ આ કામેના અન્ય એક આરોપી એજાજ અલીમામદ બાફણ, રહે.સંજયનગરી, ગ્રાંડ થ્રી ડી હોટલની સામે, ભુજવાળાના રહેણાંકના મકાનમાંથી મારક હથીયારો નાની મોટી છરી નંગ-૦૩, ધારીયા નંગ-૦૧ એરગન નંગ-૦૧ હથીયારો મળી આવેલ, સદરહું આરોપીઓએ પોતાના રહેણાંકના મકાનમાં મારક હથીયારો એકઠા કરી રાખેલ હોય ઉપરોકત બંને આરોપીઓ વિરૂધ્ધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ ભુજના હથીયાર બંધીના જાહરેનામાનો ભંગ કરેલ હોય જેઓ બંને આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન મધ્યે જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબની ફરીયાદ રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.