જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સીટ દ્વારા મુખ્ય આરોપી છબીલ પટેલના ૧૦ દિવસ અને ૩ દિવસ એમ કુલ ૧૩ દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થઈ ગયા બાદ તેને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં છબીલને ગાંધીધામની ગળપાદર જેલના હવાલે કરવાનો હુકમ કરાયો હતો જોકે, છબીલ પટેલ ઉપર હજીયે જેન્તી ભાનુશાલી હત્યા કેસ સંદર્ભે આફતના વાદળો ઘેરાયેલા છે ગઈકાલે સીટની પૂછપરછ પુરી થયા બાદ અને કોર્ટમાં રજૂ થઈ ગયા બાદ ગાંધીધામ પોલીસે છબીલ પટેલનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી ગાંધીધામ બી. ડિવિઝન પોલીસ મથકે જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં એક માત્ર સાક્ષી એવા પવન મૌર્યની રેકી કરી તેની ગેમ કરી નાખવાના કાવતરાંમાં છબીલ પટેલ સામે મુખ્ય આરોપી તરીકે ગુનો નોંધાયો છે આજે ગાંધીધામ બી. ડિવિઝન પોલીસે છબીલ પટેલનો ગળપાદર જેલમાંથી કબ્જો મેળવીને તેની ધરપકડ કરી છે પોલીસ હવે છબીલ પટેલને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગશે સાક્ષી પવન મૌર્યના કેસમાં અગાઉ છબીલના વેવાઈ, ભત્રીજા અને ભત્રીજાના મિત્ર ની ધરપકડ થઈ ચૂકી છે.