Home Current ચૈત્રી નવરાત્રિ-વેકેશનમાં કચ્છ આવવાના હો તો,ચેતજો – બેકાબૂ ગરમી સાથે તાપમાન ૪૨ને...

ચૈત્રી નવરાત્રિ-વેકેશનમાં કચ્છ આવવાના હો તો,ચેતજો – બેકાબૂ ગરમી સાથે તાપમાન ૪૨ને પાર

1490
SHARE
હજી હમણાંજ તો ઉનાળાની શરૂઆત થઈ છે, અને ઉનાળાની શરૂઆતમાંજ જાણે ઉષ્ણતામાનનો પારો બેકાબૂ બની ગયો હોય તેવો તાલ સર્જાયો છે એક બાજુ મુંબઈ અને દેશ, વિદેશ રહેતા કચ્છી માડુઓએ લોકસભાની ચૂંટણી, ચૈત્રી નવરાત્રિ અને વેકેશનને કારણે અત્યારથીજ વતન કચ્છ આવવાનું પ્લાનિંગ કરી નાખ્યું છે, બીજી બાજુ છેલ્લા ચાર દિવસ થયા કચ્છમાં ઉષ્ણતામાનનો પારો લાગલગાટ ૩૬°/૩૮°/૪૦°/૪૧°અને હવે તો ૪૨° ડિગ્રીને પાર પહોંચી ગયો છે માર્ચની આખરે અત્યાર સુધીમાં કચ્છનો માહોલ બરાબર ગરમાયો છે આગ ઝરતી લૂ વચ્ચે તાપમાન ૪૨.૨ ડિગ્રી નોંધાયું છે જિલ્લાના અન્ય સ્થળોએ પણ સૂરજ દાદા આગ વરસાવી રહ્યા હોય તેમ ઊંચું તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે પણ હમણાં તાપમાન ઊંચું રહેવાની વાત કરી છે.

કચ્છ માં આગ ઝરતી લૂ વચ્ચે સંભાળજો

ગરમીની સાથે શરૂઆતથી જ ફાગણ મહિનાનો અંત અને ચૈત્ર મહિનાની શરૂઆત પહેલાજ જાણે વૈશાખની અસર હોય તેવો માહોલ છે કચ્છમાં અત્યારે વહેલી સવારે ૯ વાગ્યાથી જ જાણે સૂરજદાદા ગુસ્સે હોય તેમ આકાશમાંથી આગ વરસવાની શરૂઆત થઈ જાય છે અને બપોરે ૧૨ વાગ્યે મધ્યાહનથી માંડીને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તો જાણે ગરમ ભઠા માંથી આગનો તાપ લાગતો હોય તેવી લૂ સાથે ગરમી વરતાય છે સાંજ પણ ગરમ હોય છે આવા વાતાવરણમાં વતન આવનારા લોકોએ ગરમી તેમજ લૂ થી બચવાના ઉપાયો ધ્યાને લઈને પોતાના કચ્છના પ્રવાસનું આયોજન કરવું જોઈએ એપ્રિલ અને મે મહિનામાં કચ્છમાં અનેક ધાર્મિક પ્રસંગો હોઈ અત્યાર થી જ ટ્રેનની બધી ટિકિટો હાઉસફુલ છે.