Home Crime કચ્છના શિક્ષણ જગતને ધ્રુજાવતાં સર્વ શિક્ષા અભિયાનમાં અડધો કરોડ રૂપિયા ‘ઘરભેગા’ કરનાર...

કચ્છના શિક્ષણ જગતને ધ્રુજાવતાં સર્વ શિક્ષા અભિયાનમાં અડધો કરોડ રૂપિયા ‘ઘરભેગા’ કરનાર પુરુષ-મહિલા કર્મી ઝડપાયા

1005
SHARE
ભુજ એ ડિવિઝન પોલીસે કચ્છના શિક્ષણ જગતને ધ્રુજાવનાર બે કૌભાંડિયા કર્મચારીઓને ઝડપી પાડ્યા છે પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા કચ્છના સર્વ શિક્ષા અભિયાનમાં લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ‘ઘરભેગી’ કરનારા હિસાબનીશ કલ્પેશ પરસોત્તમ પટેલ અને જેન્ડર કર્મચારી લીલાબેન અરવિંદ ભોઈની વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસમાં ઉચાપતની પોલીસ ફરિયાદ લખાવી હતી ભુજ એ ડિવિઝન પોલીસે કલ્પેશ પરસોત્તમ પટેલની જામનગરથી અને લીલાબેન અરવિંદ ભોઈની પાનધ્રો થી ધરપકડ કરી હતી અત્યારે જામનગરમાં સર્વ શિક્ષા અભિયાનમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા કલ્પેશ પટેલ ઉપર કચ્છમાં ફરજ બજાવતી વેળાએ ૫૧ લાખ ૩૨ હજાર ૪૫૦ રૂપિયા સંસ્થાઓને ચૂકવવાને બદલે પોતાના બેંક ખાતામાં જમા કરી ‘ઘરભેગા’ કર્યા હતા તે સિવાય ૩ લાખ ૨૫ હજાર રૂપિયા લીલાબેન અરવિંદ ભોઈના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા આ આખુંયે કૌભાંડ કલ્પેશની હમણાંજ ફેબ્રુઆરી મહિનામાં બદલી થયા બાદ તેની જગ્યાએ નિમાયેલા નવા હિસાબનીશ સુનિલ અરવિંદ ઠક્કરના ધ્યાને આવ્યું હતું જોકે, કલ્પેશ પટેલની ફરજ દરમ્યાન થયેલા નાણાકીય કૌભાંડની જાણ થયા બાદ ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે પોલીસ ફરિયાદ લખાવી હતી ઝડપાયેલા બન્ને આરોપીઓને પોલીસ હવે ભુજ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે સુત્રોનું માનીએ તો લાખો રૂપિયા આ નાણાંકીય કૌભાંડમાં શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણીના કડાકા ભડાકા થઈ શકે છે.