ગઈકાલે મોડી રાત્રે મુન્દ્રામાં ૪.૨૭ લાખ રૂપિયાની લૂંટના બનાવે ચકચાર સર્જી હતી મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે સંકળાયેલ યુવાન સદીપકુમાર શંભુનાથસિંહ રાજપૂત દ્વારા પોતાની પાસે થી ૪.૨૭ લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ અજાણ્યા શખ્સો દ્વારા ચલાવાઈ હોવાની ફરિયાદ કરાઇ હતી ફરિયાદી સંદીપકુમારે પોતાની આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવાઈ હોવાનુ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું ચૂંટણીના વર્તમાન સમયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મુન્દ્રા દોડી ગયા હતા અને લૂંટના બનાવની તપાસ શરૂ કરી હતી પશ્ચિમ કચ્છના ડીવાયએસપી જે. એન. પંચાલ, એલસીબી પીઆઇ અને ટીમ રાત્રે જ મુન્દ્રા પહોંચી ગયા હતા અને મુન્દ્રા પીઆઇ એમ.એન. ચૌહાણ તેમ જ સ્થાનિક મુન્દ્રા પોલીસની સાથે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી જોકે, પોલીસે લૂંટના બનાવની તપાસ કર્યા પછી ફરિયાદી સંદીપકુમારને પણ શંકાના દાયરામાં લઈને પૂછપરછ કરતા દાળમાં કંઇક કાળું લાગ્યું હતું અંતે પોલીસની આકરી પૂછપરછમાં ફરિયાદી સંદીપકુમાર શંભુનાથસિંહ રાજપૂતે લૂંટની ફરિયાદ ખોટી હોવાનું કબુલ્યું હતું.
સાળાના લગ્ન માટે કર્યો ડ્રામા
મુન્દ્રા ઝીરો પોઇન્ટ ઉપર આવેલ સત્યમ મની ટ્રાન્સફરમાં કામ કરતા સંદીપ રાજપુતે લૂંટનો ડ્રામા પોતાના સાળાના લગ્ન માટે રચ્યો હોવાનું પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યે સદીપે લૂંટની ફરિયાદ લખાવ્યા બાદ પોલીસ તપાસમાં ડીવાયએસપી જે.એન. પંચાલ, મુન્દ્રા પીઆઇ એમ.એન. ચૌહાણ, પીએસઆઇ પી.કે. લીંબાચીયા, એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.બી. ઔસુરા, એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એન.એમ. ચૌધરી, મુન્દ્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સે. દેવરાજ ગઢવી, પુષ્પરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમ્નસિંહ ગોહિલ, રવજીભાઈ બરાડીયા, કોન્સે. જયપાલસિંહ જાડેજા, એલસીબીના હેડ કોન્સે. વાલજીભાઈ ગોયલ, વિજયભાઈ આહીર, એસઓજીના વાછીયાભાઈ ગઢવી જોડાયા હતા.