(ન્યૂઝ4કચ્છ) એ અત્યારે કેન્સર ના છેલ્લા સ્ટેજ માં છે,અને તેની બાજુ માં છે તે “કોમા” માં છે, બસ હવે તેઓ મોત તરફ આગળ ધપી રહયા છે… ડચકાં ખાતી ગૌમાતા ઓ ને નિહાળી ને દ્રવી ઉઠેલા આપણા હૃદય નો ધબકારો હજી શાંત થાય ત્યાંજ કાળજું કંપાવી મૂકે તેવી માહિતી ન્યૂઝ4કચ્છ ને આપતા પ્રકાશ રાજગોર ભારે સુરે અને ઝળઝળિયાં ભર્યા શબ્દો માં કહે છે કે આવા એક બે નહીં પણ ૭૦ થી ૮૦ જેટલા ગૌવંશ કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની ને મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે.જો કે એક કચ્છી માડું તરીકે આના પછી ની વાસ્તવિકતા વધુ હૃદયદ્રાવક અને આપણને વિચારતા કરી મૂકે તેવી છે.આ વાત અને સ્થળ છે એન્કરવાલા અહિંસાધામ,પ્રાગપુર રોડ, મુન્દ્રા ની !!! જો આવું ને આવું ચાલશે તો મુન્દ્રા તાલુકા માં પશુઓ નું અસ્તિત્વ ધીરે ધીરે નામશેષ થતું જશે.હા આ કડવું સત્ય છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે,એન્કરવાલા અહિંસાધામ ના સીઈઓ ગીરીશભાઈ નાગડા ન્યૂઝ4કચ્છ સાથે વાત નો તંતુ સાધતા દર્દભર્યા સૂરે કહે છે કે અત્યારે મુન્દ્રા તાલુકા ના પશુઓ માં જીવલેણ રોગો ઉપરાંત વાહનવ્યવહાર વધ્યો છે જેના કારણે અકસ્માતો વધતા અપંગતા વધી છે.અહીં સરેરાશ દરરોજ ના ૭ થી ૮ ઓપરેશન થાય છે. અપંગ પશુઓ ની સંખ્યા પણ ૩૫૦ જેટલી છે. જોકે સૌથી વધુ ચિંતાજનક હકીકત પશુઓ નું આયુષ્ય ઘટી ગયું છે. જે ગાય.બળદ નું આયુષ્ય ૨૮ થી ૩૦ વર્ષ નું હતું તે હવે માંડ ૧૫ થી ૧૮ વર્ષ નું રહ્યું છે.આ વાત પોતે અભ્યાસ અને અનુભવ ના આધારે કહે છે એવું કહેતાં ગીરીશભાઈ આના જે કારણો આપે છે તે સરકાર અને જીવદયાપ્રેમીઓ ને ખળભળાવી દે તેવા છે.અત્યારે મુન્દ્રા તાલુકા ના મૂંગા પશુઓ “કાળી સજા” ભોગવી રહ્યા છે.. હા “કાળી સજા” !!! આપણાં ઔદ્યોગિક કરણ ની દોડ નો ભોગ ગૌવંશ બન્યો છે.અહીં કોક ફેક્ટરી, કોલસા આધારિત થર્મલ પ્લાન્ટસ, લોખંડ ના મોટા મોટા પાઇપ અને સળિયા બનાવતી ફેક્ટરી,ચાઇના કલે નું પેકેજીંગ ઉપરાંત ખાદ્યતેલ ની ફેક્ટરીઓ આવેલી છે. આ બધાજ મહાકાય યુનિટો છે.તેમનું ચીમની દ્વારા હવા માં છોડાતું પ્રદુષણ જમીન ઉપર વવાતા ઘાસચારા ને પ્રદુષિત કરે છે. ઉદ્યોગો દ્વારા નદી નાળાઓ માં છોડાતું પ્રદુષિત કેમીકલ યુક્ત પાણી વાળું પાણી પશુઓ પીવે છે. તેની સીધી જ અસર પશુઓ મા દેખાઈ રહી છે. પશુઓ ધીરે ધીરે મોત ના મુખ તરફ ધકેલાઈ રહ્યા છે. કતલખાના વગર જ ઔદ્યોગિક કરણ પશુઓ ના મોત નું કારણ બન્યું છે ગીરીશભાઈ કહે છે કે આજુબાજુ ના ગામો ની ગાયો નદીઓ નું પ્રદુષિત પાણી પીવે છે,કાળી મેશ ના કારણે પ્રદુષિત થતો જે ઘાસચારો ખાય છે તેના કારણે ગાયો નું દૂધ પણ પ્રદુષિત થતાં તેની સીધી અસર લોકો ના સ્વાસ્શય ઉપર પડી છે કચ્છમાં વધી રહેલા કેન્સર અને કિડની ના રોગો શું દર્શાવે છે ? ચીમની માંથી નીકળતી ઝીણી કાળી રાખ ના કારણે શ્વાસ અને દમ ના દર્દીઓ વધ્યા છે કદાચ આ ઝડપી ઉદ્યોગીકરણની દેન છે જેનુ ભયાનક પરિણામ હવે દેખાઇ રહ્યુ છે આ વાત માત્ર સરકાર અને જીવદયાપ્રેમીઓ ને જાગૃત કરવા પૂરતી જ સીમિત નથી આપણે સૌએ પણ વિચારવાની જરૂરત છે.નહીં તો શું થશે ? એ કલ્પના થથરાવી મૂકે તેવી છે પશુપાલન અને ખેતી જ નહીં ટકે તો લોકો માટે હિજરત સિવાય કોઈ વિકલ્પ જ નહીં રહે.વાત અહી ઉદ્યોગોના વિરોધ્ધની નથી પરંતુ અદાણી અને એવા તો અનેક નાના મોટા ઉદ્યોગો કચ્છમા સ્થાયી થયા છે અને આ કડવી પરંતુ વાસ્તવિક્તા મુન્દ્રાની છે તો શુ સમગ્ર કચ્છમા આવીજ સ્થિતી છે તે પ્રશ્ર્ન છે જેનો જવાબ શોધવાની જરુર છે જે સરકારની સ્વેચ્છિક સંસ્થાઓની ગૌ-પ્રેમીઓ અને આપણા સૌકોઇની છે
મુન્દ્રા તાલુકા ના આ ગામો ઉપર ઝળુંબે છે પદુષણ નો ભય…
એન્કરવાલા અહિંસાધામ ના સીઈઓ ગિરીશ નાગડા કહે છે કે અત્યારે અહીં ૪૫૦૦ પશુઓ આશ્રય લઈ રહ્યા છે.પણ પ્રશ્ન એ છે કે જો પ્રદુષણ સામે જાગૃતિ નહીં થઈએ તો સમગ્ર મુન્દ્રા તાલુકા માં ધીરે ધીરે પશુપાલન અને ખેતી ખતમ થઈ જાશે.મુન્દ્રા તાલુકા ના આ ગામો ઉપર ઝળુંબે છે પ્રદુષણ નો ભય…
*લાખાપર,કારાઘોઘા(મહાશક્તિ કોક)પ્રાગપર અહિંસાધામ,સમાઘોઘા,ભુજપર,ઝરપરા(જિંદાલ), ઝરપરા,પ્રાગપર અહિંસા ધામ,નાના કપાયા(અદાણી વિલમાર ના કારણે તેલ ની બદબુ).ટૂંડા, કાંડાગરા,નાની-મોટી ખાખર,(અદાણી પાવર, ટાટા પાવર) મોખા,લુણી, ગુંદાલા(ફિલિપ્સ કાર્બન),નાના કપાયા, ધરબ(જિંદાલ નું બીજું યુનિટ)અને નવી આવી રહેલ મહાકાય ચાઈનીઝ સ્ટીલ કંપની(ક્રોમેની) ના કારણે કુંદરોડી, રતાડીયા, છસરા, બગડા,ગુંદાલા અને મોખા ઉપર પ્રદુષણ નો ભય ઝળુંબે છે.
આ ઉપરાંત આ બધા જ ઉદ્યોગો માં દરરોજ લાખો લીટર પાણી નો વપરાશ હોઈ પેટાળ નું પાણી ઓછું થતું જાય છે.નર્મદા નું પાણી પણ લોકો ને પૂરતું મળતું નથી.
ખેતી પશુ પાલન ભુલાઈ રહ્યા છે દેશી દારૂ ફેલાઈ રહ્યો છે..
જે લોકો મુન્દ્રા તાલુકા ના ગામો માં રહે છે તેઓ માટે સૌથી મોટી સમસ્યા દારૂ ની બદી છે.પ્રદુષણ ની સાથે આ વાત એટલા માટે છે કે લોકો ને લાગે છે કે હવે જુના ગામ બદલાઈ ગયા છે.ખેતી પશુપાલન ભુલાઈ રહ્યા છે અને દારૂ ફેલાઈ રહ્યો છે. ગામ ની યુવા પેઢી ને દારૂ નો દૈત્ય ભરખી જાય તે પહેલાં સમજે જાગૃત થવાની જરૂરત છે.