Home Crime DNA ટેસ્ટે પુત્ર-પુત્રીના હત્યારા મા-બાપને અપાવી જન્મટીપની સજા – કચ્છનો ચર્ચાસ્પદ કિસ્સો

DNA ટેસ્ટે પુત્ર-પુત્રીના હત્યારા મા-બાપને અપાવી જન્મટીપની સજા – કચ્છનો ચર્ચાસ્પદ કિસ્સો

1335
SHARE
કાયદાના અસ્તિત્વ વચ્ચે પણ સમાજમાં ગુનાખોરીનું ચક્ર ચાલતું રહે છે જોકે, કાયદાની જોગવાઈ અને પોલીસની કામગીરીથી ગુનાખોરી ઉપર લગામ જરૂર આવે છે તો, અનેક કિસ્સાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ ઇન્વેસ્ટિગેશન મહત્વનો ભાગ ભજવે છે તેમજ,આકરી સજાની જોગવાઈ દ્વારા ગુનેગાર માનસ ઉપર ધાક બેસાડતી અસર અનુભવાય છે.

જાણો DNA ટેસ્ટએ કેવી રીતે હત્યારા મા-બાપને અપાવી જનમટીપ

ભુજ કોર્ટના બીજા અધિક સેશન્સ જજ નેહલ રાજેશ જોશીએ બે માસૂમ સંતાનોની હત્યાના પોણા ત્રણ વર્ષ જુના બેવડી હત્યાના કેસમાં પતિ અને પત્નીને જનમટીપની સજા ફટકારતો હુકમ કર્યો હતો ગત ૧૧ જુલાઈ ૨૦૧૭ ના બનેલો બેવડી હત્યાનો આ કેસ સમગ્ર કચ્છમાં સનસનીખેજ બન્યો હતો તેનું કારણ, ખુદ બાપ અને માએ જલ્લાદ બનીને પોતાની ૧૨ વર્ષીય પુત્રી અને ૮ વર્ષીય પુત્રનું ગળું ઘોટીને તેમની લાશને વેરાન વગડામાં છોડી દીધી હતી કચ્છના મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આ કેસનો ભેદ ઉકેલવામાં DNA ટેસ્ટ અને ગ્રામજનોની જાગૃતિ વિશે ન્યૂઝ4કચ્છને વધુ જાણકારી આપી હતી ગત જુલાઈ ૨૦૧૬ના હબાય ગામના સીમ વિસ્તારમાં પોતાની ટ્રકમાં પથ્થર ભરવા ગયેલા સુલેમાન ત્રાયા અને તેની સાથે રહેલા શ્રમજીવીઓએ નાના બાળકના વેરવિખેર કપડાં સાથે ખોપડી અને કંકાલ જોયા હતા એટલે તેણે આ અંગે પદ્ધર પોલીસનું ધ્યાન દોર્યું હતું પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી તો, હબાય અને આસપાસના ગામોમાં પણ નાના બાળકની હત્યાના સમાચારે ચકચાર સર્જી હોઈ ગામલોકોએ પણ પોતાની રીતે કોઈ બાળકો ગુમ થયા છે કે કેમ? એ વિશે તપાસ શરૂ કરી હતી તે દરમ્યાન નાડાપા ગામમાં રહેતા શામજી ભીખા વાઘેલાના બે બાળકો ૧૨ વર્ષની આરતી તેમજ ૮ વર્ષનો મુકેશ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે પદ્ધર પોલીસને જાણ કરાતા પોલીસે પૂછપરછ કરતા શામજી અને તેની પત્ની જ્યોતિએ પહેલા તો બાળકો બહારગામ ભણતા હોવાની વાત કરી હતી પણ, અંતે પોલીસની પૂછપરછમાં એ કબૂલી લીધું હતું કે, પોતે અને પત્ની જ્યોતિએ બન્ને બાળકોની હત્યા કરી છે જ્યોતિ પોતાની બીજી પત્ની હોવાનું અને જ્યોતિને બન્ને સાવકા બાળકો તરફ નફરત હોઈ તેની રોજરોજની કટકટથી કંટાળીને અંતે બન્ને બાળકોને કાયમ માટે પોતાના રસ્તામાંથી હટાવી દીધા હતા ૧૨ વર્ષની આરતીની હત્યા બન્ને પતિ પત્ની જ્યારે કોલકત્તાથી કચ્છ આવી રહ્યા હતા ત્યારે પાલનપુર ઉતરી ગયા હતા પાલનપુર રેલવે સ્ટેશન પાસે ઝાડીઓમાં આરતીની હત્યા કરી લાશ રઝળતી મૂકી દીધી હતી તેના દસેક દિવસ બાદ ૮ વર્ષના મુકેશને હબાય ગામની સીમમાં લઈ જઈ તેની હત્યા નિપજાવી હતી જોકે, આ આખાયે કેસને સાબિત કરવામાં મહત્વની બાબત ઉપર પ્રકાશ પાડતા જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મળી આવેલ ખોપડી તેમજ શામજીના DNA ટેસ્ટ કરાયા હતા જે મહત્વનો પુરાવો બન્યા હતા પ્રથમ પત્ની લક્ષમીના સંતાનોને પોતાની બીજી પત્ની જ્યોતિની ચડામણીના કારણે મોતને ઘાટ ઉતારનાર શામજી હવે તેની બીજી પત્ની જ્યોતિ સાથે આજીવન જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે આ સમગ્ર કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની સાથે રહી મદદનીશ સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ પણ ધારદાર દલીલો કરી હતી ૩૦ દસ્તાવેજી પુરાવાઓ, ૨૬ સાક્ષીઓની જુબાની તપાસ્યા બાદ ૫૮ પાનાનો ચુકાદો આપતા વિદ્વાન ન્યાયમૂર્તિ નેહલ રાજેશ જોશીએ બબ્બે માસૂમ સંતાનોની હત્યાને જઘન્ય અપરાધ ગણાવતાં બાપ અને સાવકી માતાને જનમટીપની સજા સાથે ૫/૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.