Home Current ભુજમાં આખલાઓની ધમાલની તસ્વીરોએ સોશ્યલ મીડીયામાં મચાવી ધૂમ – જાણો શું થયું?

ભુજમાં આખલાઓની ધમાલની તસ્વીરોએ સોશ્યલ મીડીયામાં મચાવી ધૂમ – જાણો શું થયું?

1080
SHARE
ભુજમાં આજે સવારથીજ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા દ્રશ્યો ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા એટલુંજ નહીં, આખલાઓની આ તસ્વીરોએ લોકોમાં ચર્ચાની સાથે અનેક સવાલો પણ સર્જ્યા હતા થયું એવું કે ભુજના કેમ્પ વિસ્તારમાં જયેષ્ઠા નગરના મેઈન ચોક મધ્યેજ બે આખલાઓની બુલ ફાઈટ જામી પડી હતી જોકે, આ લડાઈ એવી આક્રમક બની કે, ચોકમાં પાર્ક કરેલી રિક્ષાની પરવા કર્યા વગર જ બન્ને આખલાઓ વચ્ચે બરાબરની જામી પડી. તેમાં થયું એવું કે એકબીજાને પછાડવા માંગતા પહેલવાનોની જેમ આ બન્ને આખલાઓએ લડાઈમાં રીક્ષાનો ખુરદો બોલાવી દીધો જાણે રમકડાંની રીક્ષા હોય એ રીતે બન્ને આખલાઓ રિક્ષાને ગણકાર્યા વગર જ લડતા ઝઘડતા રહ્યા બન્ને નંદીઓ વચ્ચેની આ લાઈવ બુલ ફાઈટ દરમ્યાન ત્યાં રહેતા તેમજ ત્યાંથી પસાર થતાં લોકોના જીવ સતત અદ્ધર રહ્યા હતા લાંબા સમયની આ બુલ ફાઈટ લોકોના પ્રયાસોથી અંતે જેમતેમ કરીને કાબૂમાં તો આવી હતી પણ, સવાલ એ જ છે કે, ભુજના દરેક વિસ્તારોમાં રખડતાં ઢોર અને આખલાઓના ત્રાસની આવીજ સમસ્યા છે ટુરિસ્ટ સીટી ગણાતા ભુજમાં ઠેર ઠેર રખડતાં ઢોરો સમસ્યારૂપ બની રહ્યા છે , એ કડવું સત્ય છે.