ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં મળતા સમાચાર મુજબ સીટ દ્વારા વધુ એક ધરપકડ કરાઈ છે કચ્છના જાણીતા રાજકીય આગેવાન એવા જેન્તી ઠકકર ડુમરાવાળાની ધરપકડ કરાઈ છે આ કેસમાં અત્યાર સુધી ૭ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની મુખ્ય કાવતરાખોર તરીકે ધરપકડ કરાયા પછી બીજી કંઈ પણ નવાજુની થશે એવી વાતો પણ ચર્ચાતી રહેતી હતી તો, ૮ જાન્યુઆરીના ૨૦૧૯ના જેન્તીભાઈની હત્યાના ૯૦ દિવસ થવામાં હોઈ, ચાર્જશીટ પહેલાં પોલીસ નવો ધડાકો કરશે એવી પણ વાતો ચર્ચામાં હતી તે વચ્ચે તપાસનીશ સીટની પોલીસ ટીમ દ્વારા આજે જેન્તી ઠકકર ડુમરાવાળાની ધરપકડ કરાઈ છે.
જેન્તી ઠકકર ડુમરાવાળા ઉપર શું છે આરોપ?
શાર્પ શૂટરોને પાંચ લાખ રૂપિયા કોણે આપ્યા એ અંગે છબીલ પટેલે પોતે કંઈ જાણતા ન હોવાનું કહ્યું હતું તો, શાર્પ શૂટરોને નવી મુંબઈના ઇનોરબીટ મોલમાં નાણાં કોણે આપ્યા એ અંગે પોલીસ તપાસ સતત ચાલુ હતી જોકે, સૂત્રો ના જણાવ્યા પ્રમાણે જેન્તી ઠકકર ડુમરાવાળા દ્વારા શાર્પ શૂટરોને પાંચ લાખ રૂપિયા અપાયા હોવાનું સીટની પોલીસ ટીમ માની રહી છે તો, જેન્તી ભાનુશાલી વિરુદ્ધ સુરતની યુવતી દ્વારા દુષ્કર્મની જે પોલીસ ફરિયાદ નોંધાઇ અને બન્નેની સીડીઓ સોશ્યલ મીડીયા ઉપર વાયરલ થઈ તેમાં પણ જેન્તી ઠકકર ડુમરાવાળની ભૂમિકા હોઈ શકે છે કચ્છ ભાજપના અબડાસાના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂકેલા જેન્તી ડુમરાવાળાની ધરપકડના સમાચારે કચ્છમાં ચકચાર સર્જી છે.