કચ્છ ભાજપના નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સીટની ટીમે જેન્તી ઠકકર ઉર્ફે જેન્તી ડુમરાવાળાની કરેલી ધરપકડે હલચલ સર્જી છે સીટની પોલીસ ટીમ દ્વારા જેન્તી ઠકકરને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જોકે, કોર્ટે જેન્તી ઠક્કરના ૮ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે ૮ જાન્યુઆરીના જેન્તી ભાનુશાલીની હત્યાની ફરિયાદને હવે ૯૦ દિવસ પુરા થવામાં છે ત્યારે જેન્તી ડુમરાવાળાની ધરપકડ આ કેસમાં નવો ટર્નીગ પોઇન્ટ બની શકે છે જોકે, આ આખાયે પ્રકરણમાં મહત્વના એવા સ્ત્રી પાત્ર મનીષા ગોસ્વામી અને તેના મિત્ર સુરજીત ભાઉ હજી પોલીસના હાથમાં આવ્યા નથી જ્યારે છબીલ પટેલ અત્યારે ગાંધીધામની ગળપાદર જેલમાં છે જેન્તી ઠક્કર દ્વારા શાર્પ શૂટરોને પાંચ લાખ રૂપિયા અપાયા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે જોકે, આ સમગ્ર પ્રકરણ માં સેક્સ સીડીનો મુદ્દો શરૂઆતથી જ ચર્ચામાં રહ્યો હોઇ ૮ દિવસના રિમાન્ડ દરમ્યાન સીટની ટીમ દ્વારા સીડી પ્રકરણની પૂછપરછ થઈ શકે છે જેન્તી ડુમરાવાળાની ધરપકડના સમાચારે ઘણા લોકોની ઊંઘ ઉડાડી દીધી છે ત્યારે, હજી પણ નવા કડાકા ભડાકા થઈ શકે છે ૨૦ એપ્રિલ સુધી જેન્તી ડુમરાવાળા પોલીસ હીરાસત માં રહેશે.