ભુજના નારાણપર (રાવરી)ની બીજા ધોરણમાં ભણતી બાળકી સાથે જાતીય અડપલાં કરનાર સ્કૂલ વેન ચાલક ઢગાની પોલીસે ધરપકડ કરી છે માનકુવા પોલીસ સ્ટેશનમાં બાળકીના પરિવારજનો દ્વારા નોંધાવાયેલ ફરિયાદ પ્રમાણે સ્કૂલ વેન ચાલક મધુકાન્ત માણેકલાલ મૂળજી ગોરે માસૂમ બાળકી સાથે કરેલા જાતીય અડપલાંને કારણે બાળકીના સંવેદનશીલ ભાગમાં સોજો આવી ગયો હતો અને પેટ દુઃખવા લાગ્યું હતું જોકે, બાળકીની માતાએ પૂછપરછ કરતાં સ્કૂલ વેન ચાલકના કરતૂતો ખુલ્લા પડી ગયા હતા બાળકીના જણાવ્યા પ્રમાણે મધુકાન્ત સ્કૂલ વેન ચલાવતી વખતે તેની છાતી ઉપર અને સંવેદનશીલ ભાગમાં હાથ ફેરવતો હતો આવું તે લાંબા સમયથી કરતો હતો પોતાની ફૂલ જેવી માસૂમ દીકરી સાથે ૬૦ વર્ષના પ્રૌઢ સ્કૂલ વેન ચાલક દ્વારા થઈ રહેલી ગંદી હરકતોથી ચોંકી ઉઠેલા પરિવારે અંતે માનકુવા પોલીસ સ્ટેશનમાં પોકસો ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે. જી. રાણા, એએસઆઈ ભૂપતસિંહ ઝાલા, કોન્સ્ટેબલો નિલેશભાઈ ચૌધરી, લીલાભાઈ દેસાઈ, મહાવીરસિંહ જાડેજાએ સ્કૂલ વેનના ચાલક મધુકાન્ત માણેકલાલ મૂળજી ગોરને તેના ઘેર સુરજપર (ભુજ)થી ઝડપી લીધો છે દાદાની ઉંમરના ૬૦ વર્ષીય સ્કૂલ વેન ચાલકની ગંદી હરક્તને પગલે સુરજપર નારાણપર વિસ્તારમાં તેના ઉપર ફિટકારની લાગણી વરસી રહી છે તો, સ્કૂલમાં રીક્ષા અને વેન દ્વારા અવરજવર કરતી બાળકીઓ અને સગીર કન્યાઓના વાલીઓ પણ ચિંતિત થઈ રહ્યા છે જોકે, સમયાંતરે પોલીસ દ્વારા છાત્રાઓને સ્કૂલમાં ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ આપવામાં આવે છે તો, વાલીઓને પણ સજાગ રહેવા જણાવાય છે.