કેન્દ્ર સરકારની એજન્સીઓ કસ્ટમ, ડીઆરઆઈ અને સીજીએસટીના અદાલતી કેસો માટે ભુજના યુવાન ધારાશાસ્ત્રી કલ્પેશ ગોસ્વામીની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્તિ કરાઈ છે અત્યારે કલ્પેશ ગોસ્વામી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે કાર્યરત છે પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા ઉપરાંત નલિયા કાંડમાં તેઓ રાજ્ય સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત થઈ ચૂક્યા છે તો, સી,આઈ,ડી, ક્રાઇમ, એસીબી જેવી રાજ્યની એજન્સીઓ તેમજ કસ્ટમ, ડીઆરઆઈ જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓના તેઓ વકીલ રહી ચૂક્યા છે તો, ફેમા કેસ, કોફેપાસા જેવા કેસોમાં પણ તેઓ કેન્દ્રીય એજન્સીઓ તરફથી મહત્વની કામગીરી અને રજુઆત કરી ચુક્યા છે બે દાયકાનો અનુભવ ધરાવતા કલ્પેશ ગોસ્વામી નાની ઉંમરેજ મોટું કાઠું કાઢી ચુક્યા છે તેમને નવી નિયુક્તિ બદલ ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે. (તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૯૮૮૯૬૬).