આત્મહત્યા કરી લઈને જાતેજ પોતાનું જીવન ટૂંકાવી દેવાના બનાવો કચ્છમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે આજે ભુજમાં વર્ષો જૂની વ્યાપારી પેઢી ધરાવતા પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાયીએ પોતાને ઘેર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં વ્યાપારી વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાગરચકલામાં આવેલી રમણ પ્રિન્ટરીના માલિક ૪૮ વર્ષીય યુવાન રાજન રમણલાલ ત્રિવેદીએ આત્મહત્યા કરીને પોતાનું આયખું ટૂંકાવ્યું હતું ભુજના મહાદેવ નાકા પાસે આવેલા પોતાના ઘેર રાજન રમણલાલ ત્રિવેદીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો રવિવારના નિત્યક્રમ મુજબ મૃતકના ભાઈ તેના ઘેર આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અંદર રૂમમાં ડોકિયું કરતા ભાઈને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં તેમણે પોલીસને જાણ કરી હતી દરમ્યાન જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક રાજનના છૂટાછેડા થઈ ગયા હતા તે પોતાની વૃદ્ધ મા સાથે રહેતા હતા જ્યારે તેમના અન્ય બે ભાઈઓ અલગ રહે છે આજે બપોરે તેમના મા પોતાના બીજા પુત્રને ત્યાં ગયા હતા ત્યારે રાજને આત્મહત્યા કરી લીધી હતી દર રવિવારે હમીરસરના ઓટલે ત્રણેય ભાઈઓ સાંજે ભેગા થાય એ નિત્યક્રમ પ્રમાણે રાજન ન પહોંચતા પૂછપરછ માટે જ્યારે તેમના ભાઈ રાજનના ઘેર આવ્યા ત્યારે આત્મહત્યાના આ બનાવની જાણ થઈ હતી ભુજ એ ડિવિઝન પોલીસે આત્મહત્યાના આ બનાવની ફરિયાદ નોંધી છે હાલ તુરતતો આપઘાતનું કારણ અગમ્ય હોઈ પોલીસે પોતાની રીતે તપાસ શરૂ કરી છે.. જોકે, વ્યવસાયિક રીતે રાજન રમણલાલ ત્રિવેદી આર્થિક સ્થિતિ પણ બરાબર હતી પરંતુ, મૃતક વ્યાપારી એકલવાયું જીવન જીવતા હોઈ કદાચ હતાશામાં આત્મહત્યા કરી હોય એવી ચર્ચા છે પરંતુ, અંતિમ સત્ય તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે.