Home Crime કચ્છ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેના નામે ફોટા સાથે બીભત્સ કોમેન્ટ વાયરલ કરનારા...

કચ્છ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેના નામે ફોટા સાથે બીભત્સ કોમેન્ટ વાયરલ કરનારા ૩ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

4187
SHARE
છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ભાજપના આગેવાનોની બીભત્સ વીડીયો અને ઓડિયો ક્લિપ્સ સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે વ્હોટ્સએપ અને અન્ય સોશ્યલ સાઇટ્સ મારફતે વાયરલ થયેલી વીડિયો અને ઓડિયો ક્લિપ્સ તેમજ તેને લગતા સમાચારોના મુદ્દે ચારિત્ર હનન થતું હોવા છતાંયે શાસક પક્ષ ભાજપના કોઈ આગેવાનો આગળ આવી ફરિયાદ કરતા નથી પણ, આ બધામાં કચ્છ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે નોખી માટીના નીકળ્યા બે દિવસ પહેલા તેમના નામે જે ફોટો સમાચાર તેમના નામે વહેતા થયા હતા તે અંગે તેમણે હિંમતપૂર્વક આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે કોઈ એક દીકરીના અને જાહેર જીવનના અગ્રણી તરીકે પોતાના ચારિત્ર હનનના પ્રયાસોને વખોડી કાઢી અનિરુદ્ધ દવેએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસ નવાજુની નામના ગ્રુપમાં તેમના નામે બીભત્સ કોમેન્ટ વહેતી થયેલી જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા પોતે તરત જ માંડવી આવ્યા અને જે દીકરીની તસ્વીર તેમાં અપાઈ હતી તે ભક્તિ ગોસ્વામીની સાથે જ પોલીસ સ્ટેશને પહોંચીને તેમણે ફરિયાદ લખાવી હતી ૨૦૧૬ ની માંડવી બીચ ફેસ્ટિવલ દરમ્યાન ખેંચાયેલી જૂની સમૂહ તસ્વીરને ક્રોપ કરીને માત્ર બે જ ફોટાઓ વાયરલ કરી બીભત્સ કોમેન્ટ વાયરલ કરાઈ હોવાનો ખુલાસો અનિરુદ્ધ દવેએ ‘ન્યૂઝ4કચ્છ’ સમક્ષ કર્યો હતો આ ફોટો પ્રસારિત કરવાની ‘ન્યૂઝ4કચ્છ’ને અનુમતિ આપતા અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે, તેમની પ્રતિષ્ઠાને બદનામ કરવાના પ્રયાસો કરનારા તત્વો વિરુદ્ધ તેઓ કાયદાકીય પગલાં ભરવા મક્કમ છે.

માંડવી પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધ્યો ગુનો

માંડવી પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેન્દ્રસિંહ પોપટભા જાડેજાએ જાતીય સતામણીની કલમો તેમજ આઇટી એકટ હેઠળ ત્રણ શખ્સો (૧) જીતુ દાફડા મોબાઈલ નંબર 9712305822 (૨) મહોબતભાઈ મોબાઈલ નંબર 9925949586 (૩) રાજુ દાફડા મોબાઈલ નંબર 9727868471 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે માંડવી પીઆઇ એમ.એ. જલુ જાતે આ સમગ્ર પ્રકરણની તપાસ કરશે આઈટી એકટ હેઠળ વ્હોટ્સએપ કે અન્ય સોશ્યલ સાઇટ્સ ઉપર આ મેસેજ પહેલા ક્યાંથી ફોરવર્ડ થયો તેની તપાસ કરી પોલીસ મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ધરપકડ સહિતના પગલાં ભરશે સોશ્યલ મીડીયામાં આંખ મીંચીને મેસેજ વાયરલ કરનારા મોબાઇલ ધારકોએ વિવેકબુદ્ધિ પૂર્વક વર્તવાની જરૂરત છે.