Home Current કવિઓ સમાજના અગ્રણી,બીદડા હોસ્પિટલના ટ્રસ્ટી કેશવજીભાઈ છેડાનું અવસાન – સંથારો સીઝયો

કવિઓ સમાજના અગ્રણી,બીદડા હોસ્પિટલના ટ્રસ્ટી કેશવજીભાઈ છેડાનું અવસાન – સંથારો સીઝયો

1186
SHARE
મુંબઈ અને કચ્છના કવિઓ સમાજના અગ્રણી કેશવજીભાઈ નરશી છેડાએ જૈન ધર્મની પરંપરા અનુસાર અનશનવ્રતની આરાધના કરતા કરતા પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો તેમનો સંથારો ત્રીજા ઉપવાસે સીજ્યો હતો આજે બપોરે તેમના નિવાસ સ્થાન વિલે પારલે મુંબઈથી નીકળેલી તેમની પાલખિયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કવિઓ જૈન સમાજ તેમજ અન્ય સામાજિક આગેવાનોએ સ્વર્ગસ્થ કેશવજીભાઈ છેડાની સેવાકીય ભાવનાને બિરદાવી તેમને ભાવભરી અંજલી અર્પણ કરી હતી ૯૦ વર્ષીય કેશવજીભાઈ નરશી છેડા મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામના વતની હતા તેઓ બીદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત બીદડા હોસ્પિટલના ટ્રસ્ટી હતા સ્વ. કેશવજીભાઈ વર્ષો સુધી કચ્છમાં બીદડા હોસ્પિટલ મધ્યે તેમજ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં હજારો જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર માટે મદદરૂપ બન્યા હતા આ સિવાય પણ તેઓ મુંબઈની અન્ય હોસ્પિટલો તેમ જ સામાજિક સંસ્થાઓમાં લોકોને મદદરૂપ બનતા રહ્યા હતા કર્મભૂમિ મુંબઈ અને માતૃભૂમિ કચ્છ બન્ને સ્થળોએ તેમણે માનવસેવાનું ભગીરથ કાર્ય કર્યું હતું તેમના દુઃખદ નિધનથી કચ્છી સમાજને કદીયે ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે.