Home Crime રાપર તાલુકાના ગાગોદર ગામે દારૂ અંગે દરોડો પાડવા જતાં પોલીસ પર હુમલો...

રાપર તાલુકાના ગાગોદર ગામે દારૂ અંગે દરોડો પાડવા જતાં પોલીસ પર હુમલો આડેસર પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત

1029
SHARE
રવિવારે રાત્રે દસ વાગ્યા બાદ આડેસર પોલીસને બાતમી મળી હતી કે ગાગોદર ગામે ચોક્કસ જગ્યાએ દારુ વેચાણ માટે રાખવામાં આવ્યો છે તે અંગેનો દરોડો પાડવા માટે આડેસર પીએસઆઇ વી. જી. લાંબરીયા સહિતનો પોલીસ કાફલો ગાગોદર ગામે દારુ પકડવા માટે દરોડો પાડયો હતો ત્યારે બુટલેગરોએ પોલીસ પાટી પર હુમલો કર્યો હતો જેમાં પીએસઆઈ લાંબરીયાને ફેકચર સહિતની ઇજા થઇ હતી અને અન્ય ત્રણ ચાર પોલીસ કર્મચારીઓને પણ ઈજા થઈ હતી ગાગોદર હાઈવે હોટલ પર દારૂના વેચાણ અંગે પોલીસના દરોડા દરમિયાન બુટલેગરોએ હુમલા કરવાના બનેલા બનાવ અંગે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા સહિત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને.હુમલો કરનાર આરોપીને પકડવા કોમબીંગ હાથ ધરવામાં આવ્યું છે પીએસઆઇ લાંબરીયાને ગાગોદર સારવાર અર્થે ખસેડાયા હતા મોડી રાત્રે આ લખાય છે ત્યારે પોલીસ કોમબીંગ ચાલી રહ્યું છે.