
રેલવે પુલના રીપેરીંગ દરમ્યાન કચ્છમાં બનેલા અકસ્માતના બનાવમાં બે મજદૂરોના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણને ઈજાઓ થઈ હતી જુના રેલવે પુલનું કામ ચાલુ હતું તે દરમ્યાન બાજુના રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થતાં પુલ ઉપર ધ્રુજારી અનુભવાઈ હતી જેના કારણે રેલવે પુલનું કામ કરતા ૫ મજદૂરો નીચે ખાડીમાં પડી ગયા હતા આ દરમ્યાન ખાડીમાં પડેલા મજદૂરોને બચાવવા માટે તરવૈયાઓની મદદ લેવાઈ હતી ૧૦૮ને પણ ઘટના સ્થળે બોલાવાઈ હતી પરંતુ રેસ્ક્યુ દરમ્યાન ખાડીમાં પડી ગયેલા ત્રણ મજદૂરોને જીવતા બચાવવામાં સફળતા મળી હતી જ્યારે બે મજદૂરોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા બચાવી લેવાયેલા મજદૂરોને નજદિકમાં લાકડીયા ગામે સરકારી દવાખાને સારવાર અપાઈ રહી છે આ બનાવને પગલે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસ મથકેથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ ટ્રેન આવતા કામ કરી રહેલા કામદારો સેફટી ટ્રેક પર ગયા હતા પરંતુ સેફટી ટ્રેક પરથી 5 કામદારો નીચે પડ્યા હતા જેમાં 2ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે સેફટી ટ્રેકનો ભાગ તુટતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે જે સંદર્ભે સામખયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો રેલવે વિભાગે પણ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.