Home Current કચ્છમાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો ભુજ ગાંધીધામમાં ઝાપટા – પવન ફૂંકાયો

કચ્છમાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો ભુજ ગાંધીધામમાં ઝાપટા – પવન ફૂંકાયો

1314
SHARE
એક તરફ ફાની વાવાઝોડુ ઓડીશાને ધમરોળી રહ્યુ છે ત્યારે બીજી તરફ ગુજરાતના વાતાવરણમાં પણ બે દિવસથી પલ્ટો આવી રહ્યો છે જો કે આ ફાની વાવાઝોડાની અસર નથી પરંતુ લોકલ ‘થન્ડર સ્ટોર્મ’ની અસર છે ગઇકાલે જે રીતે નખત્રાણા અને ભુજમાં વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ તે રીતે આજે ગાંધીધામ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા તો, ભુજમાં પણ સાંજે ભારે પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ અને ઝાપટા પડ્યા હતા ગાંધીધામના માર્ગો પર વરસાદી ઝાપટાને પગલે પાણી વહી નિકળ્યા હતા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ ચોમાસા પહેલા મે અને જુન મહિનામાં આવી નાની નાની સીસ્ટમ સર્જાય છે જેને પગલે વરસાદી વાતાવરણ સર્જાય છે જો કે કોઇ મોટી સીસ્ટમ સર્જાઇ નથી એટલે માત્ર હળવો વરસાદ જ પડી શકે છે અને થોડા કલાકો માટેજ આવી સ્થિતી સર્જાય છે જે કદાચ આગામી દિવસોમાં પણ જારી રહે, તેવી શકયતા છે જોકે, ભારે ગરમીથી આ ઝાપટાએ થોડી રાહત આપી છે પરંતુ જ્યાં જ્યાં આ ઝાપટા પડ્યા છે ત્યાં ત્યાં ખેતીને થોડુ નુકશાન જવાની દહેશત છે.