
છેલ્લા ઘણા સમયથી ભુજ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ચાલતા કન્સ્ટ્રક્શનના કામ દરમ્યાન કન્સ્ટ્રક્શનનો સામાન ચોરી કરવાના બનાવો વધ્યા હતા કન્સ્ટ્રક્શનની મોટી મશીનરી પણ સાઈટ ઉપરથી ચોરી જવાના બનાવોને ગંભીરતાથી લઈને પશ્ચિચ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા દ્વારા ચોરીના આ બનાવોનું પગેરું શોધવા આદેશો અપાયા હતા જેને પગલે એલર્ટ બનેલી એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરા અને એલ.સી.બી. સ્ટાફ દ્વારા કન્સ્ટ્રક્શનનો સામાન ચોરતી ગેંગનું પગેરું દાબવાનું શરૂ કર્યું હતું આ કાર્યવાહી દરમ્યાન એલસીબી ટીમને પેટ્રોલીંગ દરમ્યાન ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે રહેતા ઇમરાન અલીમામદ વેણે ભુજ તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી સીમેન્ટ, કાંકરી તથા રેતી મીક્ષ કરવા માટે ઉપયોગમાં લેવાતા મીકસર મશીનો તથા ટ્રેકટરની ટ્રોલીની ચોરી કરી તેના ઘરની પાછળ આવેલ વાડામાં રાખેલ છે બાતમીના આધારે એલસીબીની ટીમ તુરંતજ વર્કઆઉટ કરીને સુમરાસર શેખ ગામે જ્યાં ચોરાયેલી મશીનરી પડી હતી ત્યાં પહોંચી હતી ત્યાં મશીનરી સાથે સ્થળ ઉપર મળી આવેલા શખ્સની એલસીબીએ પૂછપરછ કરતા તે શખ્સે પોતાનું નામ ઇમરાન અલીમામદ વેણ (રહે. ગામ સુમરાસર શેખ, શેખ ફળીયુ, તા.ભુજ વાળો) હોવાનું જણાવ્યું હતું પોલીસને ઇમરાન પાસેથી બે મીકસર મશીન તેમજ એક ટ્રેકટરની ટ્રોલી મળી આવી હતી જે મીકસર મશીનો તેમજ ટ્રેકટરની ટ્રોલી બાબતે ઇમરાન વેણની પોલીસે યુકિત પ્રયુકિતથી પુછ-પરછ કરતા તેણે જણાવેલ કે, પોતે તથા પોતાની સાથે નાના વરનોરા ગામના સુલેમાન હાજી જાકા મોખા તથા હનીફ મમણ એમ ત્રણેય જણાઓએ સાથે મળીને કન્સ્ટ્રક્શનની મશીનરીના સામાનની ચોરી કરી હતી ઇમરાન અને તેના બે અન્ય સાગરીતો સુલેમાન તેમજ હનીફે મળીને આજથી બે માસ અગાઉ (૧)માધાપર હાઇવે પર આવેલ આશાપુરા કંપની તરફ જવાના રસ્તા પરથી એક ટ્રેકટરની ટ્રોલી ચોરી કરી હતી. તેમજ તેના ચારેક દિવસ બાદ (ર)ફોટડી ગામેથી ગૌ શાળાની બાજુમાંથી એક ટ્રેકટરની ટ્રોલી ચોરી કરી હતી. ફરી ત્યાર બાદ (૩) ભુજોડી ફાટક પાસેથી એક સીમેન્ટ, રેતી અને કાંકરી મીક્ષ કરવાનું મીકસર મશીન ચોરી કરેલુ અને આ ચોરી કર્યાના આશરે તેર થી ચૌદ દિવસ બાદ (૪) માધાપર હાઇવે પર આવેલ ભવાની હોટલ પાછળથી એક કોલોનીમાંથી સીમેન્ટ, રેતી અને કાંકરી મીક્ષ કરવાનું મીકસર મશીન ચોરી કર્યું હતું ચોરીના આ ગુનાઓની નોંધ ભુજ શહેર બી ડિવી. પો.સ્ટે. (૧)ફ.ગુ.ર.નં.૮૫/૨૦૧૯, આઇ.પી.સી. કલમ-૩૭૯ (ર) ફ.ગુ.ર.નં.૮૬/૨૦૧૯, આઇ.પી.સી. કલમ-૩૭૯ (૩)ફ.ગુ.ર.નં.૮૭/૨૦૧૯, આઇ.પી.સી. કલમ-૩૭૯ તેમજ માનકુવા પો.સ્ટે. (૪)ફ.ગુ.ર.નં.૨૮/૨૦૧૯, આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબના રજીસ્ટર થઈ છે ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર ઇમરાન વેણની એલસીબીએ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની તપાસ અર્થે આરોપીને ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે હવે બી ડિવિઝન પોલીસ દ્વારા આ ગેંગના અન્ય બે સભ્યોને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે કન્સ્ટ્રક્શનની મોટી મશીનરીની ચોરી કરવાના બનાવે કોન્ટ્રાકરોમાં ચર્ચા સાથે ચિંતા સર્જી હતી પણ, એલસીબીએ કરેલા પર્દાફાશ પછી કોન્ટ્રાકરોએ રાહતનો શ્વાસ લીધો છે.