Home Current દુષ્કાળ-પાણીની ગંભીર પરિસ્થિતિને પગલે CM વિજય રૂપાણી એકાએક કચ્છની મુલાકાતે? –...

દુષ્કાળ-પાણીની ગંભીર પરિસ્થિતિને પગલે CM વિજય રૂપાણી એકાએક કચ્છની મુલાકાતે? – જાણો વિશેષ

2738
SHARE
લોકસભાની ચૂંટણી પછી ગુજરાત અને દેશભરના મીડીયામાં કચ્છની દુષ્કાળ અને પીવાના પાણીની ગંભીર પરિસ્થિતિ ચર્ચામાં છે રાજ્યની ભાજપ સરકાર દુષ્કાળ અને અછતની પરિસ્થિતિને કાબુમાં લેવામાં ક્યાંક ને ક્યાંક ઉણી ઉતરી રહી હોવાની ટીકાઓ પણ થઈ રહી છે તેમાંયે કચ્છમાં તો પીવાના પાણીની અછત માનવ સર્જિત હોવાના મીડીયા અને શાસકપક્ષ ભાજપના આગેવાનોના મંતવ્યો વચ્ચે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કચ્છની મુલાકાત તો લીધી પણ અછતગ્રસ્ત વિસ્તારોમાં ન પહોંચ્યા એટલે તેમના પ્રવાસની ટીકા થતાં સરકાર હરકતમાં આવી ગઈ છે જોકે, લોકસભાની ચૂંટણી ટાંકણે પણ ઢોરવાડા તેમજ ગૌશાળા પાંજરાપોળના પશુઓની સબસીડીની બાકી રકમનો ઇસ્યુ ચર્ચામાં રહ્યો હતો સાવ એવું પણ નથી કે, સરકારે કઇ કર્યું નથી, ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છનો પ્રવાસ કરીને અછતની આગોતરી જાહેરાત કરી દીધી હતી તે સિવાય ટ્રકો દ્વારા ઘાસ મોકલ્યું, ઘાસની બુમરાણ વધી એટલે મોડે મોડે રેલવે રેક દ્વારા ઘાસ મોકલ્યું, જે આજ દિન સુધી ચાલુ છે પણ, ખરેખર પરિસ્થિતિ કપરી છે કચ્છના ૧૮ લાખ પશુઓ માટે ઘાસની વ્યવસ્થામાં સરકારની પહેલ અને આગ્રહ પછી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે પરંતુ, આભ ફાટ્યું છે, ત્યારે થિંગડું લગાડવાની વાત છે પણ, આયોજન મુજબ રાપરની જેમ જો માંડવી સુધી નર્મદાનું સિંચાઈનું પાણી જો પહોંચી આવ્યું હોત તો કચ્છમાં દુષ્કાળની અસર ઘણી હળવી થઈ જાત પણ, સૌથી મોટી મુશ્કેલી અત્યારે પીવાના પાણીની છે કચ્છના ૮૧૭ ગામો, ૭ શહેરોના ૨૫ લાખની માનવ વસ્તી અને ૧૮ લાખ પશુઓ પીવાના પાણીની સમસ્યા થી ત્રસ્ત છે, સરકારી આંકડા અને જાહેરાત મુજબ નર્મદાનું પીવાનું પાણી કચ્છને અપાતું હોવા છતાં પણ પીવાના પાણીની મુશ્કેલી થી હેરાન પરેશાન છે.

ગુરુવારે CM કચ્છ આવે તેવી શકયતા

સંભવતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી ૯મી તારીખે ગુરુવારે કચ્છનો પ્રવાસ કરે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે જો છેલ્લી ઘડીએ કંઈ ફેરફાર ન થાય તો વિજય રૂપાણી દુષ્કાળથી અસરગ્રસ્ત એવા કચ્છના બે તાલુકાઓ પૈકી ભુજના બન્નીના મીઠડી ગામનો પ્રવાસ કરશે અને લખપત તાલુકાના નારાયણસરોવરની મુલાકાત લેશે બન્ને જગ્યાએ તેઓપીવાના પાણી અને ઘાસચારાની સમીક્ષા કરશે તેમજ છેલ્લે ભુજમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.