ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં પોલીસે હાઇપ્રોફાઇલ એવા બે મોટા માથાઓ છબીલ પટેલ તેમજ જેન્તી ઠક્કર ડુમરાવાળાને ઝડપી લઈને જેલ હવાલે પણ કરી દીધા છે પણ, સમગ્ર કેસની તપાસ કરી રહેલી ગુજરાત પોલીસની સીટની ટીમના પોલીસ અધિકારીઓને છેલ્લા ત્રણ મહિના થયા આ ચકચારી કેસના બે મુખ્ય ચર્ચાસ્પદ આરોપીઓ મનીષા ગોસ્વામી તેમજ સુરજીતભાઉ મળતા નથી આ અંગે શુક્રવારે આ બન્ને આરોપીઓ મનીષા, સુરજીત, ઉપરાંત અન્ય બે આરોપીઓ નિખિલ થોરાત અને રાજુ ધોત્રેને વોન્ટેડ જાહેર કરવા અને તેમને પકડી પાડવા કલમ ૭૦ હેઠળ તેમની મિલકતો જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવા પોલીસે ભચાઉ કોર્ટમાં અરજી કરી છે જેન્તી ભાનુશાલી હત્યા પ્રકરણમાં સેક્સ સંબંધો અને તેને લગતી ઓડિયો વીડિયો કલીપીંગ્સએ ખળભળાટ સર્જ્યો હતો જેન્તી ભાનુશાલીની હત્યા કરવા ૩૦ લાખ રૂપિયાની સોપારી મુંબઈના શાર્પશૂટરોને અપાઈ હતી.