
ભુજની અદાણી મેડિકલ કોલેજ દ્વારા અમદાવાદ મધ્યે પ્રોફેસરોનો તાલીમ કેમ્પ યોજાયો હતો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સૂચિત આ નવા તાલીમ કરીક્યુલમ ઇમપ્લીમેન્ટેશન સપોર્ટ પોગ્રામ CSP અંતર્ગત ૭ નિષ્ણાત તજજ્ઞો દ્વારા અદાણી મેડિકલ એજ્યુકેશન યુનિટના કો ઓર્ડીનેટર ડો. રાજશેખર, કો. કોઓર્ડીનેટર ડો. અજિત ખીલનાની, સભ્યો ડો. જીતેન્દ્ર પટેલ, ડો. હિતેશ આસુદાની, ડો. સાગ્નિક રોય, કરીક્યુલમ કમિટીના રેખા થડાણીએ કોલેજ ભાવિ તબીબ વિદ્યાર્થીઓને પુસ્તક સિવાયનું જ્ઞાન આપવાના હેતુસર વર્તન, વલણ, વ્યવસાયલક્ષી અભિગમ, કૌશલ્યવર્ધનની તાલીમ મેળવી હતી આ તાલીમ પોગ્રામમાં અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. ગુરુદાસ ખીલવાની, ડાયરેકટર ડો. જ્ઞાનેશ્વર રાવ, મેડિકલ કાઉન્સિલ ઇન્ડિયાના ડો. ભાવેશ જારવાની ઉપસ્થિત રહ્યા હતા હવે, આ તાલીમ લીધા બાદ અદાણી મેડિકલ કોલેજ ભુજના ૩૦ જેટલા પ્રોફેસરોને આ તાલીમ અપાશે
આ તાલીમ લીધા બાદ શું? તો, હવે એ પણ જાણી લ્યો કે હવે આ પ્રોફેસરો ભાવિ તબીબોને શિક્ષણની સાથે સાથે તેમના જીવનના વિકાસ અર્થે વલણ, વર્તન, વ્યવસાયલક્ષી અભિગમ અને કૌશલયવર્ધનનું જ્ઞાન પણ આપશે આજે, તબીબી જગતમાં વ્યવસાય વધુ અને જીવન કૌશલ્યનો અભાવ વરતાઈ રહ્યો છે, એ કડવું સત્ય છે સાથે સાથે અદાણી મેડિકલ કોલેજ દ્વારા જીવન કૌશલ્યની તાલીમનો એક પ્રયાસ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પણ કરવા જેવો છે જ્યાં દર્દીઓને મોટેભાગે કડવો અનુભવ વધુ થઈ રહ્યો છે.