
એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર સામે ચોકીદારની વાત કરે છે બીજી બાજુ ગુજરાતની ભાજપ સરકાર સામે એક પછી એક કૌભાંડો સવાલો સર્જી રહ્યા છે અત્યારે સમગ્ર રાજ્યમાં તુવેર અને હવે ખાતર કૌભાંડ ચર્ચામાં છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસે આજે ભુજ સ્થિત ગુજકોમાસોલના ગોડાઉન તેમજ વેંચાણકેન્દ્ર ઉપર જનતા રેડ કરી હોવાની અખબારી યાદી પ્રસારિત કરીને કચ્છમાં પણ ખાતર કૌભાંડ પહોંચ્યું હોવાનો ભાજપ સરકાર ઉપર આક્ષેપ કર્યો છે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે નરેશ મહેશ્વરી, એચ.એસ. આહીર, ઘનશ્યામસિંહ ભાટી, દિપક ડાંગર, અંજલી ગોર, ધીરજ ગરવા સહિત અન્ય કોંગ્રેસી નેતાઓએ જનતા રેડ કરીને ગુજકોમમાસોલ દ્વારા વેંચાતા સરદાર યુરીયા ખાતરની થેલીઓનું વજન કરતા દરેક થેલીઓમાં ૩૫૦ ગ્રામ ખાતર ઓછું નીકળ્યું હતું આ સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસે ખાતર કૌભાંડ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે ખેડૂતો સાથે ઓછા વજન દ્વારા થઈ રહેલી છેતરપિંડીને કચ્છ કોંગ્રેસે આકરા શબ્દોમાં વખોડી કાઢી છે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી જનતા રેડ દ્વારા કોંગ્રેસ ખાતર કૌભાંડને ખુલ્લું પાડી રહી હોવાનો દાવો પણ કચ્છ કોંગ્રેસે કર્યો છે.