Home Current વાસણભાઇએ દૂર થીજ કર્યા રામ-રામ : મુખ્યમંત્રીનું પણ મૌન : 20 દિવસ...

વાસણભાઇએ દૂર થીજ કર્યા રામ-રામ : મુખ્યમંત્રીનું પણ મૌન : 20 દિવસ બાદ પણ ઓડીયો કલીપ મામલે ભાજપની ચુપકીદી

6214
SHARE
કચ્છના સૌથી લોકપ્રીય ધારાસભ્યનુ બીરુદ જેને લોકોએ આપ્યુ છે તેવા રાજ્યના મંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઇ આહિરની કહેવાતી ઓડીયો ક્લીપનુ ભુત હજુ પણ ધુણી રહ્યુ છે ભલે વાસણભાઇ અને તેના સમર્થકો જાણે કાઇ બન્યુ જ ન હોય અને ઓડીયો ક્લીપ ઉપજાવી કાઢેલી હોય તેવો પ્રચાર કરી રહ્યા હોય, પરંતુ જાહેરજીવનમાં ડગલે ને પગલે એ ઓડીયો ક્લીપ મામલે અત્યાર સુધી મૌન વાસણભાઇ અને રાજ્યની ભાજપની સરકાર પાસેથી લોકો આ મામલે નિવેદનની અપેક્ષા રાખી રહ્યા છે આજે આ ઘટના અંગે લખવાનુ એટલે થયુ કે અત્યાર સુધી મોટા જાહેર કાર્યક્રમોમાં ન દેખાતા વાસણભાઇ મુખ્યમંત્રી સાથે અછતની રીવ્યુ મુલાકાત સમયે સાથે દેખાયા જો કે મિડીયાથી અંતર બનાવી ચાલતા વાસણભાઇએ તો કાઇ ન કહ્યુ પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ્યારે પુછાયુ ત્યારે તેઓએ પણ મગ નુ નામ મરી ન પાડ્યું અને ચાલતી પકડી જો કે વાસણભાઇની ઇમેજ મુજબ તેઓ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સ્વસ્થ ન દેખાયા અને ઉમળકાભેર તેમની સ્ટાઇલ મુજબ લોકોને ન મળ્યા જે પરિવર્તન તેમના મૌન સાથે ઘણુ કહી જાય છે.

વાસણભાઇ કાઇ છે નહી તો કેમ તમે રંગમાં નથી?

અલગ-અલગ ભાષામા ભાષણ રાધે-રાધે અને જય શ્રી સંચીદાનંદ સાથે હમેંશા હાસ્ય અને જે તે વિસ્તારના આગેવાનોને નામથી બોલાવી વાસણભાઇ તેની અલગ છાપ છોડતા નેતા હતા, નેતા તો આજે પણ છે પરંતુ તેમનો રંગ જાણે ઉડી ગયો હોય તેવુ ઓડીયો ક્લીપની ઘટના પછી સ્પષ્ટ લાગી રહ્યુ છે આમતો આ ઘટનાને 20 દિવસ કરતા વધુ સમય થઇ ગયો પરંતુ જાહેર કાર્યક્રમોમા ઓછા દેખાતા વાસણભાઇ પહેલી વાર કોઇ મોટા જાહેર કાર્યક્રમમા દેખાયા મીડીયાથી અંતરની સાથે સાથે તેમના ભાષણમાં જુનો રણકાર ન હતો કે ન તેમના ચહેરા પર નુર, મીડીયા કર્મીઓને પણ સામેથી બોલાવતા વાસણભાઇએ આજની લખપતની તેમની સમગ્ર મુલાકાત દરમ્યાન મીડીયાથી ચોક્કસ અંતર બનાવી રાખ્યુ હતુ જો કે ભાજપના કાર્યકરથી લઇ નેતાઓ જે મામલે મૌન છે તેમાં રાજ્યના મુખ્યમંત્રી કોઇ નિવેદન આપી સત્ય પ્રજા સમક્ષ મુકે તે અપેક્ષાએ કોઇ મીડીયા કર્મીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રશ્ર્ન કર્યો પરંતુ અપેક્ષા મુજબ અછતની ગંભીર ચિંતાની વાત આગળ ધરી આ સમય યોગ્ય ન હોવાનુ કહી મુખ્યમંત્રીએ વધુ સવાલ પુછાય તે પહેલા ચાલતી પકડી.
દરેક સમસ્યાનુ સમાધાન મૌન ન હોય લોકોના કાનમાં હજુ સંવાદો રણકે છે
વાસણભાઇની કહેવાતી ઓડીયો ક્લીપ વાયરલ થઇ ત્યાર બાદ આમતો અનેક ઘટનાક્રમો બન્યા ક્યાક તેમના સમર્થનમાં લોકોએ મેસેજ વહેતા કર્યા તો ક્યાક વાસણભાઇ ખુદ સોશિયલ મીડીયામા ટ્રોલ થયા તેમણે મૌન રહી વિવાદથી બચવાના પ્રયત્ન કર્યા પરંતુ આજે કાર્યક્રમોમા પણ વાસણભાઇની કથીત ઓડીયો ક્લીપના સંવાદોનો રણકો લોકોના ચહેરા અને એક બીજાના કાને અથડાતો રહ્યો આમતો મૌન રહી ભાજપ,વાસણભાઇ અને તેમના ચોક્કસ સમર્થકોએ આ ધટનાને વિવાદ ન બનાવવાની રણનીતી અપનાવી હોય તેવુ લાગી રહ્યુ છે પરંતુ અત્યાર સુધી ખોટી ઓડીયો કલીપ હોવાના દાવા કરતા કોઇએ આ મામલે ફરીયાદ થવી જોઇએ અને સત્ય બહાર આવવુ જોઇએ તેવી વાત પણ કરી નથી અને સુખદ આશ્ર્ચર્ય તો ત્યારે થયુ જ્યારે મહિલાઓના મામલે બદનામ થયેલી કચ્છની ભુમી પર મુખ્યમંત્રી આવ્યા ત્યારે તેઓએ પણ મૌન ધારણ કરી લીધુ અને હસ્તામોઢે ઓડીયો ક્લીપકાંડને ભુલી વાસણભાઇ સાથે અછતની સમિક્ષા કરી
વાસણભાઇની અંગત મનાતી આ ઘટના જાહેર થયા બાદ જાહેરજીવનમાં તેની ખુબ ટીકા થઇ રહી છે અને તેનાથી પણ વધુ ટીકા તેમના અભીગમની, કેમકે હમેંશા રોકડુ બોલી નાંખવાની ટેવવાળા વાસણભાઇ આજે મૌન છે ભાજપ મૌન છે અને વિપક્ષ કોગ્રેસ પણ મૌન છે પરંતુ ચહેરા વાંચી લેતા કચ્છીઓ વાસણભાઇના બદલાયેલા રંગને પણ જોઇ રહ્યા છે અને તેમના મૌન વચ્ચે સત્યને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે જો કે ઓડીયો ક્લીપની ચર્ચા સાથે હવે તેઓ મંત્રી રહેશે કે નહી તેની ચર્ચા લોકોમાં વધુ જોવા મળી રહી છે જો કે કચ્છીઓને આશા પણ છે મૌન તુટીને સત્ય બહાર આવે….