Home Crime રાપર એસ.ટી ડેપો નજીક હાઈ પ્રોફાઈલ જુગાર કલબ પોલીસે પકડી – ગાંધીધામ...

રાપર એસ.ટી ડેપો નજીક હાઈ પ્રોફાઈલ જુગાર કલબ પોલીસે પકડી – ગાંધીધામ સુંદરપુરીમાં જુગાર ઝડપાયો

2635
SHARE
પૂર્વ કચ્છ જિલ્લામાં દારુ જુગારની બદીને ડામવા બોર્ડર રેન્જ આઈજી ડી. જી. વાઘેલા અને જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડની સુચનાને પગલે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાએ આજે સપાટો બોલાવ્યો હતો રાપર પોલીસને અંધારામાં રાખીને એસટી બસ સ્ટેશન જેવા ધમધમતા વ્યાપારી વિસ્તારમાંથી હાઈપ્રોફાઈલ જુગાર કલબ ઝડપીને વાગડ વિસ્તારમાં સપાટો બોલાવી દીધો છે બાલાસર પોલીસે રાપર એસ.ટી ડેપો નજીક સાયકા આકેઁડ ઉપર દરોડો પાડ્યો હતો અહીં પહેલા માળે રુમ નંબર 103માં બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડવામાં આવતો હતો રાપર પથકમાં હાઈ પ્રોફાઈલ ગણાતી એવી આ જુગાર કલબ પર બાલાસર પીએસઆઇ આર. ડી. ગોંજીયા અને પોલીસ ટીમે દરોડો પાડયો હતો આ હાઇપ્રોફાઇલ જુગાર કલબ ઘણા સમયથી શરૂ થઈ હોવાનું ચર્ચામાં હતું રાપર, ભચાઉ સહિતના વાગડ વિસ્તારમાં આ હાઇપ્રોફાઇલ જુગાર કલબ શરૂ કરનાર મુખ્ય સંચાલક સાવન જગદીશ ઠકકર, જગદીશ અમૃતલાલ ઠક્કર, ઉપરાંત વેલગર દલગર ગુંસાઈ, ધૃવરાજસિંહ રાજભા જાડેજા,અનિલ વનેચંદ સાથારીને પોલીસે ઝડપી પાડયા હતા લોકોની અવરજવરથી સતત ધમધમતા એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે પોલીસની કાર્યવાહીથી લોકોમાં ચહલપહલ સર્જાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો પોલીસની કાર્યવાહીને જોવા ઉમટી પડ્યા હતા જો લોકોમાં ચર્ચાતી વાત માનીએ તો આ જુગાર કલબ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી જોકે, આ દરોડાની કામગીરીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે શંકાની સોઈ ચીંધાઈ રહી છે કે, શું રાપર પોલીસને આ જુગાર કલબ વિશે કંઈ ખબર નહોતી ? આથી અગાઉ પણ એક જુગાર કલબ પર ડીજી વિજિલન્સ ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો તે સમયે પણ સ્થાનિક પોલીસ ની ભૂમિકા શંકાસ્પદ રહી હતી અને પોલીસ સ્ટાફની બદલીઓ પણ થઈ હતી હવે આ દરોડા પછી, કોની વિકેટ જાય છે તે જોવાનું રહ્યું. પોલીસ દ્વારા જુગાર કલબમાંથી રોકડા રૂપિયા 31.420/= મોટર સાઇકલ નંગ ત્રણ કિં. રુ. 55000/= મોબાઇલ નંગ. 9 કિ. રુ. 23400 સહિત કુલ રૂ. 1.09.640 નો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે.

ગાંધીધામના સુંદરપુરીમાંથી પણ જુગાર ઝડપાયો

પૂર્વ કચ્છ એલસીબીએ બાતમીના આધારે ગાંધીધામના સુંદરપુરી મેઈન ગેટ પાસેથી 9 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા એલસીબીએ રોકડા રૂ.41,100/- તથા મોબાઈલ ફોન-5 કી. રૂ. 10000/- એમ કુલ 51,100/-
નો મુદામાલ કબજે કરી કુલ-9 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને ધરપકડ કર્યા બાદ આ કેસની કાયદેસરની કાર્યવાહી સાથે આગળની તપાસ ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે. સોંપી દીધી છે
જુગારીઓ સામે સપાટો બોલાવતી આ કામગીરીમા એમ.એસ.રાણા, (પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી.) તથા એલ.સી.બી. ટીમના એએસઆઇ પ્રવીણભાઈ પલાસ,પોલીસ હે.કો. મહેન્દ્ર સિંહ જે. જાડેજા, નરશીભાઈ, પુષ્પરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ. સંજયસિંહ રાણા જોડાયા હતા.