બીમાર દર્દીઓ માટે ઇમરજન્સી સારવારના સમય દરમ્યાન કચ્છમાં એક સારી અદ્યતન બ્લડ બેંકની ખોટ હમેંશા અનુભવાય છે પણ, હવે આ મુશ્કેલી ભૂતકાળ બની જશે વિશ્વભરમાં જાણીતી અને કચ્છમાં પણ સેવાકીય ક્ષેત્રે કાર્યરત એવી રેડક્રોસ સંસ્થાએ દેશ વિદેશમાં જાણીતા એવા કચ્છી દાતા લક્ષમણ ભીમજી રાઘવાણી (ગામ-બળદિયા) ની હૂંફ અને પ્રેરણા થકી ભુજમાં અદ્યતન બ્લડ બેંક બનાવવા માટેની પહેલ શરૂ કરી દીધી છે દાનવીર શ્રેષ્ઠી લક્ષમણભાઈ રાઘવાણીએ ભુજમાં બ્લડ બેંક બનાવવા માટે રેડક્રોસ સંસ્થાને ૫૧ લાખ રૂપિયાના માતબર દાનનો ચેક અર્પણ કર્યો છે આ પ્રસંગે રેડક્રોસ ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્ય, ડેપ્યુટી સેક્રેટરી અશોક શિલુ, કચ્છ જિલ્લા શાખાના ચેરમેન અરુણ જૈન, ભુજ તાલુકા શાખાના ચેરમેન રજની પટવા ઉપસ્થિત રહ્યા હતા ભુજમાં બનનાર નવી આધુનિક સુવિધાથી સજ્જ બ્લડ બેંક માટે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યનો સાથ સહકાર મળી રહ્યો હોવાનું બ્લડ બેંક માટે સતત પ્રયત્નો કરનાર કચ્છ જિલ્લા શાખાના ચેરમેન અરુણ જૈને જણાવ્યું હતું આ પ્રસંગે સચિન ઠકકર, ધવલ રાવલ, સંજય ઉપાધ્યાય, પિયુષ ઠકકર, શૈલેષ માણેક, પ્રીતેશ ઠકકર, પરાગ લીયા, શ્યામ રાઘવાણી, વિમલ મહેતા, હિરેન ભાઈએ દાતા પરિવારની માદરે વતન કચ્છ પ્રત્યેની સેવાકીય ભાવનાને બિરદાવી હતી કાર્યક્રમનું સંચાલન કરતા થેલેસેમિયા કો-ઓર્ડીનેટર તુષાર ઠક્કરે જણાવ્યું હતું કે બ્લડ બેંક કચ્છના થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ બનશે કચ્છ જિલ્લા શાખાના ચેરમેન અરુણ જૈને બ્લડ બેંક માટે દાન આપનાર દાતા પરિવારનો આભાર માનીને ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યનો સંપૂર્ણ સહયોગ તેમજ માર્ગદર્શન મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું.